સરકાર દ્વારા વધુ 25 મોબાઇલ એપ્લિકેશન પર બેન મૂક્યો છે.આરોપ છે કે આ એપ્લિકેશન પર અશ્લીલ કન્ટેન્ટ બતાવવામાં આવતા હતા. જેને કારણે માહિતી પ્રસારણ મંત્રાલયે ULLU,,ALTT સહિત 25 એપ્લિકેશને તાત્કાલિક પણ બ્લોક કરવાના આદેશ આપ્યા છે.
મળતી માહિતી પ્રમાણે સરકારે 25 ઓટીટી પ્લેટફોર્મ એપ્લિકેશન દેશભરમાં બેન કરી છે. આ 25 મોબાઇલ એપ્સ પર અશ્લીલ કન્ટેન્ટ બતાવવાનો આરોપ છે. જેને લઇને માહિતી પ્રસારણ મંત્રાલયે આ દરેક એપ્લિકેશનને તાત્કાલિક અસરે બ્લોક કરવાનો આદેશ આપી દીધો છે. ઇન્ટરનેટ સર્વિસ પ્રોવાઇડરે સરકારી આદેશની કોપી મોકલી આપી કાર્યવાહી કરવાના આદેશ આપ્યા છે.આદેશના ઉ્લ્લઘંન પર કાયદાકીય કાર્યવાહી કરવાની પણ સરાકારે ચેતવણી આપી છે.
માહિતી પ્રસારણ મંત્રાલયે આદેશમાં કહ્યુ છે કે કેન્દ્ર સરકાર ગેરકાયદેસર, અશ્લીલ અને આપત્તિજનક ડિજિટલ કન્ટેન્ટની વિરુદ્ધ છે. સરકારે આવા જ કન્ટેન્ટ બતાવતી મોબાઇલ એપ્સની યાદી બનાવી અને તેને બ્લોક કરવાના આદેશ આપ્યા છે. જેમાં ALTT, ULLU, Navarasa Lite, Big Shots App, Boomex, Triflicks, Desiflix, Jalva App, Gulab App, Mojflix, Kangan App, Bull App, Hitprime, Feneo, ShowX, Sol Talkies, Adda TV, HotX VIP, Hulchul App, MoodX, Look Entertainment, Wow Entertainment, NeonX VIP, Fugi એપ્સને બેન કરી છે.
