સોનગઢના ઘાસીયામેઢા ગામે મોટરનુ સ્ટાટર રીપેરીંગ કરવા માટે ગયેલ યુવકને કરંટ લાગતા મોત નિપજ્યું હોવાનો બનાવ સોનગઢ પોલીસ મથકે નોંધાયો છે.મળતી માહિતી પ્રમાણે સોનગઢ તાલુકાના ઘાસિયામેઢા ગામે તા.૨૪/૦૭/૨૦૨૫ નારોજ નવા ફળીયામાં ગીમજીભાઈ નડાભાઈ ચૌધરીના ઘરમાં ગામના નવા ફળીયામાં જ રહેતો રૂત્વિકભાઈ ધીરૂભાઈ ચૌધરી (ઉ.વ.૨૨) નાનો ગીમજીભાઈ ચૌધરીના ઘરે મોટરનુ સ્ટાટર રીપેરીંગ કરવા માટે ગયેલ તે વખતે આશરે કલાક.૦૫/૦૦ વાગ્યાના સુમારે રૂત્વિકભાઈ ચૌધરીને અચાનક કરંટ લાગતા તે બે ભાન થઈ પડી ગયો અને કઈ બોલતા ચાલતા ન હોય, જેઓને વ્યારા સરકારી દવાખાને લઈ જતા ફરજ પરના ડોકટર સાહેબે જોઈ તપાસી મૃત જાહેર કર્યો હતો. બનાવ અંગે અર્પણકુમાર ધીરૂભાઈ ચૌધરીએ સોનગઢ પોલીસને જાણ કરતા પોલીસ દ્વારા બનાવ દાખલ કરી નિયમોનુસારની કાર્યવાહી હાથ ધરી હતી.
