Follow Us

Address: Press karyalay 1st Floor,103 Pashvadarsan Complex Nr.daxinapath Vidhyalay Ta.vyara District.Tapi (Gujarat)

ભારતમાં બાળકો વિરુદ્ધ સાયબર અપરાધોમાં ચિંતાજનક વધારો : શું કહે છે આંકડાઓ?

Picture of Gujarat Samrajya

Gujarat Samrajya

આજના જમાનામાં મોબાઈલ એક સામાન્ય ઉપકરણ બની ગયું છે અને તે નાના બાળકોથી લઈને વૃદ્ધ લોકો સુધી હાથવગું ઉપકરણ છે. જો કે સાયબર ક્રાઈમએ આધુનિક યુગની એક મોટી અને જટિલ સમસ્યા પણ બની ચુકી છે, જે ઇન્ટરનેટ અને ડિજિટલ ટેક્નોલોજીના વધતા ઉપયોગ સાથે સતત વધી રહી છે. જો કે તેનો ભોગ બાળકો પણ બની રહ્યા છે. આ અંગે આજે લોક્સભામાં કોંગ્રેસના સાંસદ પ્રદ્યુત બોરદોલોઈ પ્રશ્ન કર્યો હતો.

પ્રદ્યુત બોરદોલોઈએ ગૃહ મંત્રાલયને પ્રશ્ન કર્યો હતો કે છેલ્લાં પાંચ વર્ષ દરમિયાન ઓનલાઈન ગેમિંગ પ્લેટફોર્મ અને સોશિયલ મીડિયા દ્વારા બાળકો વિરુદ્ધ થયેલ સાયબર આધારિત નાણાકીય છેતરપિંડીની ઘટનાઓની સંખ્યા કેટલી છે અને તેની નાણાકીય અસર શું છે? તેમજ સાયબર ક્રાઈમ રિપોર્ટિંગ સિસ્ટમને બાળકો માટે વધુ અનુકૂળ બનાવવા માટે સરકાર દ્વારા કયા પગલાં લેવામાં આવી રહ્યા છે? તેમના પ્રશ્નનો જવાબ લોકસભામાં કેન્દ્રીય ગૃહ રાજ્ય પ્રધાન બંડી સંજય કુમારે આપ્યો હતો. તેમને જણાવેલા આંકડાઓ પરથી જણાઈ આવે છે કે ભારતમાં બાળકો (18 વર્ષથી ઓછી ઉંમરના) વિરુદ્ધ સાયબર અપરાધોમાં ચિંતાજનક વધારો જોવા મળ્યો છે. નેશનલ ક્રાઈમ રેકોર્ડ બ્યુરો (NCRB) દ્વારા પ્રકાશિત ‘ક્રાઈમ-ઈન-ઈન્ડિયા’ રિપોર્ટ 2022 અનુસાર, છેલ્લા પાંચ વર્ષમાં સાયબર ક્રાઈમની ઘટનાઓમાં નોંધપાત્ર ઉછાળો આવ્યો છે, જે દર્શાવે છે કે બાળકો ડિજિટલ દુનિયામાં કેટલા અસુરક્ષિત બન્યા છે.

શું કહે છે આંકડાઓ? NCRB દ્વારા જાહેર કરાયેલા આંકડા મુજબ, વર્ષ 2018 થી 2022 દરમિયાન બાળકો વિરુદ્ધ નોંધાયેલા કુલ સાયબર અપરાધોની વિગતો નીચે મુજબ છે:

આ આંકડાઓ દર્શાવે છે કે સાયબર પોર્નોગ્રાફી અને સાયબર બ્લેકમેલિંગ/ધમકી/હેરાનગતિ જેવા ગુનાઓમાં સતત અને નોંધપાત્ર વધારો થયો છે. ઓનલાઈન ગેમિંગ પ્લેટફોર્મ અને સોશિયલ મીડિયા દ્વારા થતી નાણાકીય છેતરપિંડીના ચોક્કસ આંકડા આ રિપોર્ટમાં અલગથી દર્શાવવામાં આવ્યા નથી, પરંતુ “બાળકો પ્રત્યેના અન્ય સાયબર અપરાધો” અને “ઓનલાઈન રમતો દ્વારા અપરાધ” જેવી શ્રેણીઓમાં તેનો સમાવેશ થઈ શકે છે.

Leave a Comment

Leave a Comment

error: Content is protected !!