તાપી જિલ્લાને એસ્પિરેશનલ ડિસ્ટ્રિક્ટ અને એસ્પિરેશનલ બ્લોક (નિઝર-કુંકરમુંડા)પ્રોગ્રામ અંતર્ગત સર્વોત્તમ કામગીરી બદલ ગોલ્ડ મેડલ મળ્યો છે.ગાંધીનગરના મહાત્મા મંદિર ખાતે યોજાયેલ સંપુર્ણાતા અભિયાન સન્માન સમારોહમાં ગુજરાત રાજ્યના મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્રભાઈ પટેલના વરદ હસ્તે તાપી જિલ્લાના કલેક્ટર ડો. વિપિન ગર્ગને એસ્પિરેશનલ ડિસ્ટ્રિક્ટ અને એસ્પિરેશનલ બ્લોક (નિઝર-કુંકરમુંડા )પ્રોગ્રામ અંતર્ગત સર્વોત્તમ કામગીરી બદલ સન્માન પત્ર અને ગોલ્ડ મેડલથી સન્માનિત કરાયા હતા.તાપી જિલ્લાની આ ઉપલબ્ધિ માટે કલેક્ટરશ્રી તથા સમગ્ર તાપી જિલ્લા તંત્રને હાર્દિક શુભેચ્છાઓ અને અભિનંદન પાઠવવામાં આવ્યા હતા
