જૂનાગઢમાં નકલી ચાની ભૂકીનો જથ્થો ઝડપાયો હોવાની વાત સામે આવી છે, બ્રાન્ડેડ ચાની ભૂકીના નામે નકલી ચાની ભૂકીનું વેચાણ કરતા હોવાની વાત સામે આવી છે, સુખનાથ ચોક વિસ્તારમાં મોડી રાત્રે પોલીસે દરોડા પાડયા છે અને એક શખ્સની અટકાયત કરી છે, કંપનીના માણસોને સાથે રાખી પોલીસે દરોડા પાડયા છે.
જૂનાગઢ એ ડિવિઝન પોલીસે 417 કિલો ચાની ભૂકીનો જથ્થો ઝડપી પાડ્યો છે અને કુલ અઢી લાખનો મુદ્દામાલ પોલીસે ઝડપી પાડ્યો છે, અને કંપનીના અધિકારીઓએ સાથે રાખીને તપાસ કરવામાં આવી છે, નકલી ચાની ભૂકીનો જથ્થો કયા વેપારીને આપવામાં આવતો હતો તે દિશામાં પણ પોલીસે તપાસ કરી છે. પોલીસે 1672 પેકેટ ચાની ભૂક્કી ઝડપી પાડી છે, પોલીસને બાતમી મળી હતી અને તે બાતમીના આધારે પોલીસે દરોડા પાડયા છે.બ્રાન્ડેડ કંપનીના ચાની ભૂકીનું વેચાણ નકલી રીતે કરવામાં આવતા કૌંભાડનો પર્દાફાશ થયો છે, પોલીસને માહિતી મળી હતી કે બ્રાન્ડેડ કંપનીની ચાનું પેકિંગ જોઈને એમ લાગે કે તેમામાં ચાની ભૂકી ઓરીજીનલ છે પણ ગ્રાહકને ખબર નથી કે તેમણે નકલી ચાની ભૂકી લીધી છે અને તેમની સાથે છેતરપિંડી કરવામાં આવતી હતી, પોલીસે એક શખ્સની અટકાયત કરી છે અને તે કેટલા સમયથી આ રીતનો ધંધો કરતો હતો તે દિશામાં તપાસ શરૂ કરાઈ છે.
