ડોલવણ ગામ નહાણી ફળીયા પાસે બે બાઈક વચ્ચે અકસ્માત સર્જાયો હતો.આ અક્સ્માતમાં એક મહિલાનું મોત નિપજ્યું હતું. માહિત પ્રમાણે પંચોલ ગામના સરકાર ફળીયાના રહીશ અશોકભાઈ વસાભાઈ ચૌધરી અને તેમના પત્ની ચંપાબેન મોટરસાયકલ લઈને ડોલવણ ખાતે પેટ્રોલ પુરાવીને ઉંમરવાવદુર ગામ તરફ જવા નીકળ્યા હતા, તે દરમિયાન પેટ્રોલપંપ નજીક જ ડ્યુક મોટરસાયકલના ચાલકે દંપતિની મોટરસાયકલને પાછળથી ટક્કર મારતા ચંપાબેન અશોકભાઈને ગંભીર ઈજા થતા જેઓનું ઘટનાસ્થળે જ મોત થયું હતું.
જયારે અશોકભાઈને માથા તથા શરીરના ભાગે ગંભીર ઈજા થઈ હતી. અકસ્માત કરનાર મોટરસાયકલ ચાલકને પણ ઈજા થઈ હતી. ઘટના અંગે દર્શિલભાઈ હિમાંશુભાઈ ચૌધરીએ ડોલવણ પોલીસ મથકે ફરિયાદ કરી હતી. પંચોલના દંપતિ બાઈક પર દિકરીની સાસરીમાં દિકરીને મળવા જવા ઘરેથી નીકળ્યા પરંતુ રસ્તામાં જ મહિલાનું મોત થયું હતું.



