Follow Us

Address: Press karyalay 1st Floor,103 Pashvadarsan Complex Nr.daxinapath Vidhyalay Ta.vyara District.Tapi (Gujarat)

મોબાઈલ કનેક્ટિવિટીમાં આવશે ક્રાંતિ : ઇસરો અમેરિકન સેટેલાઈટને કરશે લોન્ચ

Picture of Gujarat Samrajya

Gujarat Samrajya

ઈસરોએ હાલમાં જ દુનિયાનો સૌથી મોંધો સેટેલાઈટ નિસાર(NISAR)લોન્ચ કર્યો છે. ત્યારે હવે ઈસરો વધુ એક મોટું કામ કરવા જઈ રહ્યું છે. ઈસરો અંતરિક્ષમાં વધુ એક સેટેલાઈટ લોન્ચ કરવાનો છે. જે મોબાઈલમાં સ્પેશ ક્નેકટીવીટીને એક્ટિવ કરશે. ઈસરો ટૂંક જ સમયમાં અમેરિકાના 6500 કિલો વજનના Block-2 BlueBird સેટેલાઈટને લોન્ચ કરશે. આ માહિતી ઈસરોના ચેરમેન વી. નારાયણને આપી હતી. આ સેટેલાઈટ સપ્ટેમ્બર માસમાં ભારત પહોંચશે અને આંધ્ર પ્રદેશના શ્રી હરિકોટા સ્પેશ સ્ટેશનથી લોન્ચ કરવામાં આવશે. આ સેટેલાઈટને ઈસરોના LVM-3-M5 રોકેટથી અંતરિક્ષમાં સ્થાપિત કરવામાં આવશે.

અમેરિકી કંપનીનો આ સેટેલાઈટ મોબાઈલ ફોન અને કોલ કનેક્ટિવિટી માટે છે. આ સેટેલાઈટના માધ્યમથી પૃથ્વી અને અંતરિક્ષ વચ્ચે સીધી કનેક્ટિવિટી સ્થાપિત થશે. અહેવાલ અનુસાર આ સેટેલાઈટમાં 64.38 વર્ગ મીટરનો એક કોમ્યુનિકેશન એન્ટેના લાગેલું હશે. જે મોબાઈલ ફોન સાથે કનેક્ટ થઈ શકશે. બ્લુબર્ડનો આ સેટેલાઈટ 3GGP ફ્રિકવન્સી પર કાર્ય કરશે.

આ સેટેલાઈટની ખાસિયત એ છે કે તે સ્માર્ટફોનમાં સેટેલાઈટના માધ્યમથી સીધું બ્રોડબેન્ડ ઇન્ટરનેટ પહોંચાડશે. જેની માટે કોઈ બેસ ટર્મિનલની જરુર નહી પડે. સેટેલાઈટમાં લાગેલા કોમ્યુનિકેશન એન્ટેનાની મદદથી 12 એમબીપીએસ સુધીની સ્પીડથી ડેટા એક્સેસ કરી શકાશે. આ ઉપરાંત વિશ્વની તમામ ટેલીકોમ કંપનીઓ 3G,4Gઅને 5G સેવા પણ આપી શકશે. જેમાં વોઈસની સાથે ડેટા અને વિડીયો કોલિંગ સુવિધા પણ મળશે.આ ઉપરાંત ભારતમાં પણ સેટેલાઈટ ઇન્ટરનેટ સેવા લોન્ચ કરવાની તૈયારી કરવામાં આવી રહી છે. જેમાં એલન મસ્કની સ્ટારલિંક, જીયો અને એરટેલ જેવી કંપનીઓને પણ ભારતમાં સેટેલાઈટ બ્રોડબેન્ડ સેવા લોન્ચ કરવાની મંજુરી મળી છે.

Leave a Comment

Leave a Comment

error: Content is protected !!