ડોલવણ ગામના એરીયામાં એક કરિયાણાની દુકાનમાંથી ગ્રાહકે ગુલાબ જાંબુ બનાવવા માટેના લોટનું પેકેટની ખરીદી કરી હતી. દુકાનદારે એક્સપાયરી ડેટવાળું પેકેજ ગ્રાહકને આપી દીધું હતું. જે અંગે ગામના જાગૃત નાગરિકોને પણ જાણ કરાતા દુકાન ઉપર પહોંચી હોબાળો મચ્યો હતો. નાગરિકોએ આવા સમયની અવધિ પુર્ણ થઈ હોય તેવો કોઈ જ સામાન દુકાનમાં ન રાખવા તેમજ કોઈપણ ગ્રાહકને ન આપવા દુકાનદારને સુચન આપી હતી. દુકાનદારે પોતાની ભુલની માફી માંગી આવું ફરી ન થાય તેની કબુલાત કરી હતી. આ ઘટનાનો વીડિયો સોશિયલ વિડીયોમાં વાયરલ થયો હતો.




