Follow Us

Address: Press karyalay 1st Floor,103 Pashvadarsan Complex Nr.daxinapath Vidhyalay Ta.vyara District.Tapi (Gujarat)

latest news : લાંચિયો અધિકારી રૂપિયા ૧,૪૨,૦૦૦ નો પગારદાર : આખરે લાંચ માંગનારા ઉકાઈના તત્કાલીન નાયબ ઈજનેર સામે સાડા ચાર વર્ષે ગુનો નોંધાયો

Picture of Gujarat Samrajya

Gujarat Samrajya

તાપી જિલ્લાના સોનગઢ-ઉકાઈ સિંચાઈ યાંત્રીક પેટા વિભાગના તત્કાલીન નાયબ કાર્યપાલક ઈજનેર સામે એસીબીએ લાંચ માંગવા મામલે ગુનો દાખલ કર્યો છે. રૂ.૫.૭૪ લાખના ત્રણ બિલો પાસ કરાવવા કોન્ટ્રાક્ટર પાસે ૧૦ ટકા લેખે લાંચની માંગણી કરી ૧૦ હજાર વસૂલ્યા બાદ વધુ રૂપિયા પડાવવા જતા રવિન્દ્ર પટેલ ભેરવાયા હતા. જે-તે સમયે એસીબીની ટ્રેપ ફેઇલ થઈ હતી પણ સાયન્ટીફીક પુરાવામાં પૂરવાર થતા આખરે ગુનો નોંધી ધરપકડ કરાઈ હતી.

મળતી વિગતો પ્રમાણે હાલ સુરત ખાતે સિંચાઇ પેટા વિભાગ નં. ૦૨/૦૩, અઠવાલાઈન્સ રોડ ખાતે નાયબ કાર્યપાલક ઈજનેર તરીકે ફરજ બજાવતા રવિન્દ્રભાઈ ઈશ્વરભાઈ પટેલ વર્ષ ૨૦૨૦માં નાયબ કાર્યપાલક ઈજનેર તરીકે સિંચાઇ યાંત્રીક પેટા વિભાગ નંબર ૨-૨ ઉકાઈ ખાતે ફરજ બજાવતા હતા, તે સમયે ઈરિગેશન મિકેનિકલ સબ ડિવિઝન નંબર ૨-૨માં ઓક્ટોબર-૨૦૨૦માં બીઈએમએલ બુલ્ડોઝરના લિફટ જેક, ટાટા હીટાચી, આઈડલ વ્હીલ, ટ્રેક સ્પ્રીંગ તથા યોક અને બીઈ એમએલ હાઈડ્રોલીક એક્સિવેટરના બકેટ, જેક વગેરે મશીનરીના માલસામાન સપ્લાય કરનાર કોન્ટ્રાક્ટર પાસેથી રૂ. ૫,૭૪,૯૫૦ના ૩ બિલોના ૧૦ ટકા લેખે રૂ. ૫૭,૫૦૦ની માંગણી કરી હતી. રકમ ટુકડે ટુકડે આપવાનું નક્કી થતા કોન્ટ્રાક્ટરે રૂ. ૧૦,૦૦૦ આપ્યા હતા. બાકી રકમ પૈકી રૂ. ૨૦,૦૦૦ આપવાનો વાયદો કરાયો હતો.

જોકે, લાંચની રકમ આપવા ન ઇચ્છતા કોન્ટ્રાક્ટર દ્વારા એ.સી.બી.માં તા. ૨૦-૧-૨૦૨૧ના રોજ ફરિયાદ કરવામાં આવી હતી. જેથી એસીબી દ્વારા છટકું ગોઠવાયું હતુ. જોકે, એસીબીની ટ્રેપ નિષ્ફળ ગઈ હતી. તપાસમાં તત્કાલીન નાયબ કાર્યપાલક ઈજનેર રવીન્દ્રએ કોન્ટ્રાક્ટર પાસેથી રૂ.૨૦,૦૦૦ની માંગણી કરી હોવાનું પ્રથમ દ્દષ્ટિએ જણાઈ આવ્યું હતું. વૈજ્ઞાનિક તેમજ જરૂરી રેકોર્ડ પુરાવાઓના આધારે લાંચની માંગણીનો ગુનો બનતો હોવાનું ફલિત થયું હોવાથી અધિકારી સામે સાડા ચાર વર્ષે તાપી એ.સી.બી.પો.સ્ટે. માં લાંચની માંગણીનો ગુનો નોંધી રવિન્દ્રભાઈ ઈશ્વર પટેલ (રહે- નીલકંઠ રેસિડન્સી, રાજવર્લ્ડ શોપિંગ સેન્ટર પાસે, કેનાલ રોડ, પાલનપોર, અડાજણ)ની ધરપકડ કરી હતી. આ ગુનાની ઈન્ક્વાયરી નવસારી એ.સી.બી.ના પો.ઈ. બી.ડી. રાઠવાએ હાથ ધરી હતી.

Leave a Comment

Leave a Comment

error: Content is protected !!