Follow Us

Address: Press karyalay 1st Floor,103 Pashvadarsan Complex Nr.daxinapath Vidhyalay Ta.vyara District.Tapi (Gujarat)

રાજ્યના ઈતિહાસમાં પહેલી વખત સાયબર ગઠીયાઓ સામે પોલીસે ગુજસીટોક લગાવતા સાયબર માફિયાઓમાં ફફડાટ

Picture of Gujarat Samrajya

Gujarat Samrajya

ગુજરાતમાં સાયબર ગુનાઓ સતત વધી રહ્યા છે. પોલીસે પણ સાયબર ગઠીયાઓ સામે કડક હાથે કામ લઈ રહી છે. રાજ્યના ઈતિહાસમાં પહેલી વખત સાયબર ગઠીયાઓ સામે પોલીસે ધ ગુજરાત કંટ્રોલ ઓફ ટેરરિઝમ એન્ડ ઓર્ગેનાઇઝ ક્રાઇમ (ગુજસીટોક) લગાવતા સાયબર માફિયાઓમાં ફફડાટ વ્યાપી ગયો છે.

મળતી વિગતો મુજબ કરોડોના આંતરરાષ્ટ્રીય ક્રિપ્ટો કરન્સી ટ્રાન્ઝેકશન દ્વારા આંતરરાષ્ટ્રીય સાયબર ક્રાઇમ આચરતી ગેંગનો પર્દાફાશ થોડા સમય પહેલા સાઇબર ક્રાઈમ પોલીસે કર્યો હતો.ક્રિપ્ટો કરન્સી કાંડના આ સાત ગુનેગારો સાવન ઠકરાર,ધવલ ઠકરાર,ગોવિંદ રાવલ, બ્રિજરાજસિંહ ગઢવી,કેવલ ગઢવી,હસમુખ પટેલ,મિલન વિરૂદ્ધ પોલીસે ગુજસીટોક લગાવી દીધી હતી. જે પૈકીના 2 આરોપીની સાયબર ક્રાઇમ પોલીસે ધરપકડ કરી હતી. જેમના વિરૂદ્ધ 404 સાયબર ફ્રોડના ગુના બન્યા હતા.આરોપીના એકાઉન્ટમાં ક્રિપ્ટો કરન્સીના 300 કરોડના ટ્રાન્જેક્શન મળી આવ્યા છે જેમાંથી 16 કરોડ ફ્રોડની રકમના છે જેની ફરિયાદ પણ થઈ છે.આંતરરાષ્ટ્રીય ક્રિપ્ટો કરન્સી ટ્રાન્ઝેક્શન, તેમજ શેરબજારમાં રોકાણ સહિત વિવિધ મુદ્દાઓ પર આ ગેંગ લોકો પાસેથી રૂપિયા પડાવતી હતી.

આ ગેંગ વિરૂદ્ધ અમદાવાદમાં ત્રણ અને ગાંધીધામમાં એક ગુનો દાખલ થયો હતો.સાયબર ક્રિમીનલ પર કંટ્રોલ આવે અને લોકો ઠગાઈનો ભોગ બનતા અટકે તે માટે સાયબર ક્રાઇમ પોલીસે સૌપ્રથમ વખત સાયબર ગઠીયાઓ વિરૂદ્ધ ગુજસીટોકની કાર્યવાહી કરી છે.ચાઈનીઝ ગેંગ છેતરીને ફ્રોડના પૈસા 7 આરોપીઓ મારફતે ક્રિપ્ટો કરન્સીથી મેળવતી આ ગેંગ ચાઈનીઝ ગેંગ સાથે સંકળાયેલી હતી.ચાઈનીઝ ગેંગ લોકોને છેતરતી હતી જે બાદ ફ્રોડના પૈસા 7 આરોપીઓ મારફતે ક્રિપ્ટો કરન્સીથી મેળવતી હતી.આરોપીઓ વિરુદ્ધ અમદાવાદમાં 1.48 કરોડનો ડિજિટલ એરેસ્ટ, 59 લાખનો ઇન્વેસ્ટમેન્ટ ફ્રોડ, 36 લાખનો ઇન્વેસ્ટમેન્ટ ફ્રોડ અને ગાંધીધામમાં 36 લાખનો ડિજિટલ એરેસ્ટનો ગુનો નોંધાયેલો છે.

Leave a Comment

Leave a Comment

error: Content is protected !!