અમદાવાદના જુહાપુરામાંથી મેફેડ્રોન ડ્રગ્સ જપ્ત કરવામાં આવ્યું છે. સંકલિત નગરમાંથી SMCએ ડ્રગ્સ ઝડપી પાડ્યું છે. SMCએ 16 લાખની કિંમતનું 161.54 ગ્રામ ડ્રગ્સ જપ્ત કર્યું છે. આ સાથેજ મોહમ્મદ ફેઝાન કુરેશી, મોહમ્મદ ફિરોઝ શેખની ધરપકડ કરવામાં આવી છે. SOGએ જુહાપુરાના સંકલિત નગર ઘર નંબર 21માંથી મેફેડ્રોન ડ્રગ્સ ઝડપી પાડ્યું છે. આ ડ્રગ્સની આંતરરાષ્ટ્રીય બજાર કિંમત અંદાજે રૂ. 16,15,400 છે.આ કામગીરી દરમિયાન બે લોકોની ધરપકડ કરવામાં આવી છે. મોહમ્મદ ફેઝાન નસીરહુસેન કુરેશી અને મોહમ્મદ ફિરોઝ ફજલુરરહેમાન શેખની ધરપકડ કરી છે. આ બંને આરોપીઓ ડ્રગ્સના વેપારમાં સંડોવાયેલા હોવાનું પ્રાથમિક તપાસમાં બહાર આવ્યું છે.
પોલીસે આરોપીઓ સામે NDPS હેઠળ ગુનો નોંધી કાર્યવાહી હાથ ધરી છે. આ ડ્રગ્સનો જથ્થો કોને આપવાનો હતો અને ક્યાંથી લાવ્યા હતા તે દિશામાં તપાસ તેજ કરી છે. આ ઘટનાને પગલે SOGએ તપાસ તેજ કરી છે.જુહાપુરામાંથી પોલીસે બાતમીના આધારે દરોડા કરી મેફેડ્રોન ડ્રગ્સ જપ્ત કર્યું છે. આ સાથે જ બે લોકોની ધરપકડ કરવામાં આવી છે. પોલીસને બાતમી મળી કે સંકલિત નગરમાં મેફેડ્રોન ડ્રગ્સનું વેચાણ કરવામાં આવી રહ્યું છે. જેના આધારે પોલીસ ઘર નંબર 21માંથી 161.54 મેફેડ્રોન ડ્રગ્સ ઝડપી પાડ્યું છે. આ ડ્રગ્સની આંતરરાષ્ટ્રીય બજાર કિંમત અંદાજે રૂ. 16,15,400 છે.



