અમદાવાદની સેવન્થ ડે સ્કૂલમાં વિદ્યાર્થીની હત્યામાં તપાસનો ધમધમાટ અમદાવાદ ક્રાઈમ બ્રાન્ચે શરૂ કર્યો છે, વિદ્યાર્થીની હત્યા મામલે તપાસના ધમધમાટમાં ડીવીઆર પણ જપ્ત કરવામાં આવ્યું છે, વાલીઓના તમામ આરોપ પર DEO તપાસ કરશે અને વિદ્યાર્થી પર હુમલો સ્કૂલમાં થયો કે સ્કૂલની બહાર થયો તેને લઈ તપાસ કરાશે.
વિધાર્થી પર હુમલો થયો તે સમયે કેટલા સમયમાં તેને સારવાર માટે ખસેડાયો તેની તપાસ કરવામાં આવશે, પોલીસ વિધાર્થી વિરુદ્ધ અગાઉ ફરિયાદને લઇને તપાસ કરશે, સાથે સાથે ઘટના બાદ સ્કૂલે DEOને જાણ ન કરતા કાર્યવાહી થશે, ઘટના DEOથી છુપાવી રાખતા સ્કૂલ સામે કાર્યવાહી થશે, આજે વહેલી સવારથી સ્કૂલની બહાર પણ પોલીસનો બંદોબસ્ત ગોઠવી દેવામાં આવ્યો છે, આજે શાળામાં વિધાર્થીઓને રજા પણ આપવામાં આવી છે.સેવન્થ ડે સ્કૂલના વિદ્યાર્થીની હત્યા બાદ મણિનગરમાં વિરોધ સામે આવ્યો છે, મણિનગરમાં સિંધી માર્કેટ ખાતે લોકોએ વિરોધ કર્યો છે, સિંધી માર્કેટ સ્વયંભૂ બંધ પાળી વેપારીઓએ વિરોધ કર્યો છે, જવાબદારો સામે કડક કાર્યવાહીની માગ સાથે વિરોધ કરવામાં આવ્યો છે, સ્કૂલ સામે પણ કડક કાર્યવાહીની સ્થાનિકોની માગ છે અને સ્કૂલની બેદરકારીથી નજીવી બાબત મોટી થયાનો આક્ષેપ પણ સ્થાનિકો અને વાલીઓ દ્વારા કરવામાં આવ્યો છે, સ્કૂલે ફરિયાદ ન ટાળી હોત તો હત્યા ન થઇ હોત તેવું વિરધકર્તાઓનું કહેવું છે.



