રાજકોટમાં સોશિયલ મીડિયા ઈન્ફ્લુએન્સર જન્નત મીરે આપઘાતનો પ્રયાસ કર્યો છે, જન્નત મીરે આપઘાત કરતા પહેલા સ્યુસાઈડ નોટ પણ લખી છે જેમાં લાલો ઉર્ફે ઇમ્તિયાઝ રાઉમાનો ઉલ્લેખ કર્યો છે અને તેના ત્રાસથી આપઘાતનો પ્રયાસ કર્યો હોવાની વાત સામે આવી છે, સમગ્ર ઘટનામાં પોલીસે સ્યુસાઈડ નોટના આધારે તપાસ શરૂ કરી છે અને ઈન્ફલુએન્સરને સારવાર માટે ખસેડી છે.
રાજકોટમાં ઇન્ફ્લુએન્સર જન્નત મીરે આપઘાતનો પ્રયાસ કર્યો છે, જન્નત મીરે આપઘાત પહેલા સ્યુસાઇડ નોટ લખી છે અને સ્યુસાઇડ નોટમાં લાલો ઉર્ફે ઇમ્તિયાઝ રાઉમાનો ઉલ્લેખ કર્યો છે, ઇમ્તિયાઝ રાઉમા વારંવાર હેરાન કરતો હતો અને તોફાની રાધાની જેમ મારી નાખવાની ધમકી આપતો હોવાની વાત પણ સામે આવી છે ત્યારે પોલીસે ઈન્ફલુએન્સરની ફરિયાદ લઈ તપાસ શરૂ કરી છે, ઈન્ફલુએન્સરને ઘરે આવીને ધમકી આપતો હોવાની વાત પણ સામે આવી છે ત્યારે પોલીસે સીસીટીવી પણ તપાસ માટે લીધા છે.



