પહેલી કહેવત તો તમે સાંભળી જ હશે કે બાપ બડા ના ભૈયા, સબસે બડા રૂપૈયા, પૈસાની લાલચમાં લોકો શું નથી કરતા. આવી જ એક ઘટના બિહારના પટનામાં બની હતી. આર્થિક અપરાધ શાખા (EOU) ની રડાર પર એક શખ્સે એવુ પાગલપન કર્યુ જેની ચર્ચા હાલ સોશિયલ મીડિયા પર છવાઇ છે. વિનોદ કુમાર રાયે પોતાના ઘરે છાપા પડવાના ડરથી એવુ કારનામુ કર્યુ સૌ કોઇ ચોંકી ગયા.
આર્થિક ગુના શાખા (EOU) ના જણાવ્યા અનુસાર, જ્યારે તે સરકારના રડાર પર આવ્યો, ત્યારે ડરથી ફફડીનેણ પૈસા સળગાવી દીધા. હકીકતમાં, તેણે પાણીની ટાંકીમાં પૈસા રાખ્યા હતા જોકે, તે પછી પણ તે ગુનાહિત એકમના ધ્યાનથી છટકી શક્યો નહી.
EOU દ્વારા આપવામાં આવેલી માહિતી અનુસાર, 21 ઓગસ્ટના રોજ યુનિટને માહિતી મળી છે કે વિનોદ કુમાર સફેદ ઇનોવામાં કાર્યસ્થળથી નીકળી ગયો છે, ઉંડાણ પૂર્વક તપાસ હાથ ધરાતા જે સામે આવ્યુ તેનાથી સૌ કોઇ ચોંકી જ ગયા.
એવું કહેવામાં આવી રહ્યું છે કે આર્થિક અપરાધી એકમ દ્વારા કાર્યવાહીનો સંકેત મળતા જ વિનોદ કુમાર રાયે પોતાના ઘરમાં જ નોટો સળગાવવાનું શરૂ કરી દીધું. શોધખોળ દરમિયાન, આર્થિક અપરાધી એકમને ઘરના શૌચાલયના પાઇપમાંથી મોટી માત્રામાં ચલણ અને તેના અવશેષો મળી આવ્યા. નોટો એવી રીતે સળગાવી દેવામાં આવી હતી કે ઘરના ગટર સંપૂર્ણપણે બંધ થઈ ગઇ હતી.
જેને બાદમાં મ્યુનિસિપલ કોર્પોરેશનના કર્મચારીઓની મદદથી ખોલવામાં આવ્યા હતા. જ્યારે પાઇપો ખોલવામાં આવી ત્યારે બધાની આંખો ખુલ્લી રહી ગઈ. કારણ કે તે પાઇપોમાં અડધી બળી ગયેલી ચલણ અને અન્ય દસ્તાવેજો પડેલા હતા. એટલું જ નહીં, ઘરની શોધખોળ દરમિયાન પાણીની ટાંકીમાં છુપાયેલી 500 રૂપિયાની ચલણ મળી આવી હતી, જે 39 લાખ 50 હજાર રૂપિયા હતી. આ ઉપરાંત, અત્યાર સુધીમાં લગભગ 52 લાખ રૂપિયા મળી આવ્યા છે, જેમાં 500 રૂપિયાની બળી ગયેલી નોટોનો પણ સમાવેશ થાય છે.
લાખોના દાગીના પણ જપ્ત કરવામાં આવ્યા : આર્થિક ગુના એકમ દ્વારા એવી પણ માહિતી આપવામાં આવી છે કે સર્ચ દરમિયાન 26 લાખ રૂપિયાના સોના-ચાંદીના દાગીના, વીમા પોલિસીના કાગળો અને સ્થાવર અને જંગમ મિલકતના દસ્તાવેજો અને એક ઇનોવા ક્રિસ્ટા કાર પણ જપ્ત કરવામાં આવી છે. વીમા પોલિસી અને દસ્તાવેજોનું મૂલ્યાંકન કરવામાં આવી રહ્યું છે. હાલમાં, આ મામલે પૂછપરછ કરવામાં આવી રહી છે. આમાં જે પણ સંડોવાયેલ જણાશે તેની સામે કડક કાર્યવાહી કરવામાં આવશે.
ધરપકડ : આર્થિક ગુના એકમ દ્વારા સ્પષ્ટતા કરવામાં આવી છે કે ઘરના સર્ચ દરમિયાન, વિનોદ કુમાર રાય પ્રથમ દ્રષ્ટિએ આ સમગ્ર ગેરકાયદેસર કૃત્યમાં સંડોવાયેલા હોવાનું જણાય છે. તેમની ધરપકડ કરવામાં આવી છે. રાયના નિવાસસ્થાને ચકાસણી અને સર્ચ માટે પહોંચેલી આર્થિક ગુના એકમ ટીમને તેમની પત્ની બબલી રાય દ્વારા ઘરમાં પ્રવેશવા દેવામાં આવ્યા ન હતા અને તેમની સાથે અભદ્ર વર્તન કરવામાં આવ્યું હતું તેમજ તપાસમાં અવરોધ પણ લાવવામાં આવ્યો હતો. બબલી રાય સામે પણ કેસ નોંધવામાં આવ્યો છે અને કાયદેસરની કાર્યવાહી કરવામાં આવી રહી છે.




