સુરત શહેરના સચિન બીઆરટીએસ રીત પર આલ્ફા હોટલની સામે કાર ચાલકે બાઇકને અડફેટે લીધી હતી. જેમાં બાઇક સવાર પલસાણાની તરુણીનું સ્મીમેર હોસ્પિટલમાં સારવાર દરમિયાન મોત થયું હતું.જ્યાંરે તેણીની માતા અને મામાનો બચાવ થયો હતો. ત્રણેયને એક જ બાઇક પર ડુમસ સંબંધીને ત્યાં ધર્મિક પ્રસંગમાં જતી વખતે રસ્તામાં અકસ્માત નડ્યો હતો.
પ્રાપ્ત માહિતી અનુસાર સુરત જિલ્લામાં આવેલા પલસાણા તાલુકાના ઇટરવા ગામ ખાતે રહેતા સર્વેશ કુશવા માળીનું કામ કરે છે.અને યુપીના કનોજના વતની છે. તેમને સંતાનમાં એક દીકરી 12 વર્ષની છાયા અને બે પુત્રો છે. પુત્રી છાયા મરોલી ખાતે સરકારી શાળામાં ધોરણ 4માં અભ્યાસ કરતી હતી. છાયા તેની માતા 35 વર્ષીય રિંકીબેન અને મામા રાકેશ વિજયભાઇ કુશવા ગઈ તારીખ 21 મીના રોજ એક બાઇક પર ડુમસ સંબંધીને ત્યાં ધર્મિક પ્રસંગમાં હાજરી આપવા માટે જતાં હતા. દરમિયાન સુરત શહેરના સચિન બીઆરટીએસ રીત પર આલ્ફા હોટલની સામે બાઇક સાથે કાર ચાલકે અકસ્માત સર્જ્યો હતો, જેમાં માતા-દીકરી સહિત ત્રણેય ઘાયલ થતાં સારવાર માટે 108માં સ્મીમેર હોસ્પિટલમાં ખસેડાયા હતા. જયા ગઈ તારીખ 25મીના રોજ રાકેશની તબિયત સારી થતાં હોસ્પિટલમાં રજા આપવામાં આવી હતી. એજ રીતે બીજા દિવસે 26મીના રોજ રિંકીબેનને પણ હોસ્પિટલમાંથી રજા આપવામાં આવી હતી, જ્યાં ચાલુ સારવાર દરમિયાન છાયાનું મોત નિપજ્યું હતું. આ બનાવ અંગે સચિન પોલીસે આગળની કાર્યવાહી સાથે વધુ તપાસ શરૂ કરી હતી.



