સોનગઢના ઘોડા ગામના પટેલ ફળીયામાં રહેતા રાહુલભાઈ ગમાજીભાઈ ગામીત, કુટુંબ પરીવાર સાથે રહે છે અને ખેતી કામ કરી જીવન ગુજરાન ચલાવે છે. ગત તારીખ ૨૩/૦૮/૨૦૨૫ ના રોજ સોશિયલ મીડિયા પ્લેટફોર્મ instgram ઉપર એક અપલોડ કરેલ રીલ્સ (વિડીયો) જોઈ રહ્યો હતો અને તેમાં લખ્યું હતું કે, BGMi ગેમની ID ખરીદવી હોય તો કેપ્શનમાં આપેલ લીંક ઉપર કલીંક કરી વોટ્સએપ ગૃપમાં જોડાઓ જેથી રાહુલભાઈ ગામીતે લીંક ઉપર કલીક કરી વોટ્સએપ ગૃપમાં જોડાયેલ હતો.
દરમિયાન રાહુલના વોટ્સએપ ઉપર અજાણ્યા ભેજાબાજે મોબાઇલ નંબરથી મેસેજ તથા વોઇસ કોલ કરી BG MI ગેમની ID ખરીદવાની લાલચ આપી વિશ્વાસમાં લઇ BG Mi ગેમની ID ખરીદવા QR કોડ મોકલી ચાર્જ પેટે અલગ અલગ ટ્રાન્ઝેકશન કરાવી કુલ્લે રૂપિયા ૨૩૧૮૦/- ટ્રાન્સફર કરાવી લીધા હતા.
ત્યારબાદ ફરીયાદી રાહુલને જણાવેલ કે, તમારા રૂપિયા રીફંડ થઈ જશે પરંતુ તમારે ફરીથી રૂ.૧૩,૬૪૦/-નું પેમેંટ કરવું પડશે તેમ જણાવેલ હતું પરંતુ તેને પેમેન્ટ કર્યું નહતું. બનાવ અંગે રાહુલ ગામીતે સાયબર ક્રાઈમની હેલ્પલાઇન નંબર ૧૯૩૦ ઉપર ફોન કરી ફરીયાદ નોંધાવેલ હતી.



