સોનગઢ તાલુકાના હિંદલા ગામના નિશાળ ફળીયામાં કુટુંબ પરિવાર સાથે રહેતો ૧૯ વર્ષીય અમિતભાઇ નસીબચંદ કમલાશંકર દુબે સોનગઢ ખાતે આવેલ આર્ટસ એન્ડ કોર્મસ કોલેજમાં SYBA માં અભ્યાસ કરે છે, અમિત દુબે ના જણાવ્યા અનુસાર ગઈ તા.૦૫/૦૫/૨૦૨૫ ના રોજ ઈસ્ટ્રાગ્રામ એકાઉન્ટ ઉપર રીલ જોતો હતો, જેમા ભારતીય રેલ્વે દ્રારા ભરતી પડેલ છે. તેની એડ હોય અને તેમાં નિતીન કુમાર રેલ્વે જોઈનિંગ અધિકારી નાઓનો મોબાઇલ હોય જેમા ડોક્યુમેન્ટ વોટ્સઅપ ઉપર મોકલવા જણાવેલ હતુ, જેથી આ નંબર ઉપર મેસેજ કરતા જેમા રેલ્વેમાં નજીકના રેલ્વે-સ્ટેશન ઉપર નોકરી મળી જશે અને પગાર-૩૦,૦૦૦ થી ૪૦,૦૦૦/- સુધીનો મળશે, જેમાં ફોર્મના રૂપિયા-૭૫૦/-ભરવાના રહેશે.
તેવો વોટસઅપ ઉપર મેસેજ આવેલ અને તે પછી ફોર્મ માટેની ફી ના રૂપિયા ૭૫૦/- ભરવા સારૂ સ્કેનર મોકલેલ જેમાં મે મારા મોબાઈલના ગુગલ-પે મારફતે નાખેલ અને ડોક્યુમેન્ટ મોકલી આપેલ હતા, અને તે પછી મેસેજથી અમિતનું આઈકાર્ડ બનાવીને મોકલી આપેલ હતુ. તે પછી અમિતના મોબાઇલ ઉપર તા.૨૧/૦૫/૨૦૨૫ ના રોજ ફરીથી ફોન આવેલ અને જેમાં એક વ્યક્તિ હિન્દિ ભાષામાં જણાવેલ કે, દિલ્હી ઓફીસ માથી બોલુ છું. અને તેમને રેલ્વેમાં નોકરી મળી ગયેલ છે. તમારે જી.એસ.ટી. ચાર્જ રૂપિયા. ૧૧૮૫૩/- ભરવા પડશે જેથી ૧૧,૮૫૩/- રૂપિયા પેટીએમ દ્રારા નાખી લીધેલ હતા. તે પછી રેલ્વે ભરતીના ફોર્મના મળી અલગ-અલગ રીતે કુલ રૂપિયા કુલ્લે ૭૦,૩૯૮/- રૂપિયા ટ્રાન્સફર કરાવી લઇ અજાણ્યા ભેજાબાજે છેતરપીંડી કરી હતી.




