વ્યારાના મુસા ગામના એરિયામાં દુકાન ભાડે આપનાર દુકાન માલિક સામે જિલ્લા એસઓજીએ કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.
મળતી માહિતી પ્રમાણે જિલ્લા એસઓજી પોલીસ સ્ટાફના માણસો તા.૩૧મી નારોજ વ્યારા પોલીસ સ્ટેશન વિસ્તારમાં ભાડુઆત ચેક કરવા સારુ પેટ્રોલીંગમા હતા તે દરમિયાન વ્યારા-મુસા રોડ ઉપર આવેલ શિવ શક્તિ પાર્ક જોષી હોસ્પિટલની સામે આવેલ રાજેશ્વર હાર્ડવેર નામની દુકાનમાં ચેકિંગ હાથ ધરતા નાગજીરામ નાનજીરામ કલબી (ચૌધરી) રહે.ઓમ રેસીડેન્સી બ્લોક નં-૧૧ ફલાવર સીટી રેસીડેન્સી પાછળ તા.વ્યારા જી.તાપી મુળ રહે.એમાગોડા ગામ થાના-સાંચોર જી.ઝાલોર (રાજસ્થાન)ની પૂછપરછ કરતા તેણે છેલ્લા દોઢ વર્ષથી દુકાન ભાડે રાખી હોવાની જણાવ્યું હતું અને દુકાન ના માલીકરાજુભાઇ મગનભાઇ સુથાર રહે.૬૩ શ્યામ વીલા રેસીડેન્સી મુસા રોડ વ્યારા નાઓ છે તેઓને દુકાનનું માસીક રૂપિયા-૭,૫૦૦/- ભાડુ આપે છે અને તેઓએ આ દુકાન ભાડે આપી છે.
જોકે તે વખતે દુકાન માલીકે કોઇ આઇ.ડી. પ્રુફ કે ફોટા માગેલ નથી અને તેઓએ દુકાન ભાડે આપ્યાની નજીકના પોલીસ સ્ટેશનમા કે સંબંધિત કચેરીમાં જાણ કરી ન હતી.આ મામલે દુકાન માલિક રાજુભાઇ મગનભાઇ સુથાર મે.કલેક્ટર અને જીલ્લા મેજીસ્ટ્રેટ નાઓના જાહેરનામાનો ભંગ કરવા બદલ કાયદેસરની કાર્યવાહી હાથ ધરી હતી.




