વાલોડના પેલાડ બુહારી આસપાસના ગ્રામીણ રહેણાક વિસ્તારમાં દીપડા-દીપડીઓ તથા બચ્ચાંના સામૂહિક આંટાફેરાથી લોકોમાં ભયનો માહોલ ઊભો થયો છે. દીપડાઓ વિસ્તારની પૂર્ણા નદીના કિનારે આંટાફેરા મારતા હોય લોકોને મોડી સાંજે, રાત્રે જોવા મળી રહ્યા છે. ખોરાકની શોધમાં છેલ્લા ઘણા સમયથી દીપડા ગ્રામિણ વિસ્તારમાં રહેણાંકો પાસે ફરતા નજરે પડી રહ્યા છે. જે મરઘાં અને કૂતરાનો શિકાર કરી ભક્ષણ કરતા લોકોમાં ફફડાટ ફેલાયો છે. ખેડૂતો ખેતરોમાં જવા માટે પણ ભય અનુભવી રહ્યા છે.ત્યારે આ બાબતને વન વિભાગ ગંભીરતા લઇ દીપડા-દીપડીઓ તથા બચ્ચાંઓ પકડવા પાંજરું ગોઠવે તે જરૂરી બન્યું છે.




