ઉચ્છલ તાલુકાના નારણપુર ગામના ઝરાલી ફળિયામાં ગણેશભાઇ રૂપલ્યાભાઇ કાથુડના ઘરની આગળ આવેલી ખુલ્લી જગ્યામાં ગંજીપાનાનો જુગાર રમાતો હતો, તે દરમિયાન પોલીસે દરોડા પાડતા જુગાર રમતા વિકેશભાઈ વસાવા, પ્રકાશભાઈ ગામીત, મિથુનભાઈ ગામીત, વિલેશભાઈ ગામીત, દિલીપભાઈ વસાવા(તમામ રહે.ઝરાલી ફળિયું, નારણપુર તા.ઉચ્છલ)ને રૂપિયા ૪૦૮૦/- ના મુદ્દામાલ સાથે ઝડપી પાડયા હતા. જુગાર રમાડનાર ગણેશભાઇ રૂપલ્યાભાઇ કાથુડ તથા રમનાર ઇસમો દાઉદભાઇ જલારામભાઈ ગામીત, મનીષભાઇ હુરીયાભાઈ ગામીત, રાજેશભાઇ ગણેશભાઇ કાથુડ (તમામ રહે. નારણપુર) ભાગી જતા તેમને વોન્ટેડ જાહેર કર્યા હતા.



