રૂ.૧૦૦ કરોડથી વધુના મકબુલ ડોક્ટરના આંતરરાષ્ટ્રીય યુએસડીટી હવાલા કૌભાંડમાં સંડોવાયેલા ફઝલ શેખના જામીન હાઈકોર્ટે મંજૂર કર્યા હતા.
આ કેસની વિગત એવી છે કે, ગયા વર્ષના ઓગષ્ટ માસમાં સુરત એસઓજીએ આંતરરાષ્ટ્રીય હવાલા કૌભાંડ ઝડપી પાડ્યું હતું. આ કૌભાંડનો આંકડો ૧૦૦ કરોડથી વધુ જાય છે. એસઓજીએ સોનીફળિયા સિંધીવાડ ખાતે સફીયા મંઝીલમાં રહેતા અને સમગ્ર કૌભાંડ ઓપરેટ કરતા મકબુલ અબ્દુલ રહેમાન ડોક્ટર અને તેના દિકરા કાસીફ ડોક્ટર સહિતના આરોપીને ઝડપી પાડવામાં આવ્યા હતા.
ડોક્ટર પિતા-પુત્રએ સહ આરોપીઓ સાથે મળી જરૂરિયાતમંદ લોકોને લાલચ આપી તેઓની પાસેથી કરોડો રૂપિયા ઉસેટી આ નાણાં વિદેશમાં યુએસડીટી મારફતે ટ્રાન્સફર કરાવ્યા હતા. આ કૌભાંડમાં ભાડેથી બેંક એકાઉન્ટ આપનારા જેલમાં બંધ ફૈઝલ સાહિલ શેખે સુરતના વકીલ ઝફર બેલાવાલાના માર્ગદર્શન હેઠળ વકીલ અનિક એસ. ટીંબાલીયા મારફતે ગુજરાત હાઈકોર્ટમાં જામીન અરજી કરી હતી. જે જામીન અરજી હાઈકોર્ટે મંજૂર કરી હતી.



