Follow Us

Address: Press karyalay 1st Floor,103 Pashvadarsan Complex Nr.daxinapath Vidhyalay Ta.vyara District.Tapi (Gujarat)

છેતરપિંડી : સોનગઢ નગરના વેપારી પાસેથી સેન્ટીંગની પ્લેટો ભાડે લઇ ગયા બાદ પરત ન આપી, સુરતના શખ્સ વિરુદ્ધ ફરિયાદ નોંધાઈ

Picture of Gujarat Samrajya

Gujarat Samrajya

સોનગઢ નગરના વેપારી પાસેથી ભાડે સેન્ટીંગની પ્લેટો લઇ ગયા બાદ પરત ન આપી સેન્ટીંગની પ્લેટોનું ભાડાના બાકી રહેલ રૂપિયા ૧,૬૨,૩૭૫/- તેમજ સેન્ટીંગની પ્લેટો નંગ-૧૧૪૦ લઇ જઈ છેતરપિંડી કરનાર સુરતના શખ્સ વિરુદ્ધ સોનગઢ પોલીસ મથકે ફરિયાદ નોંધાઈ છે.

મળતી માહિતી પ્રમાણે સોનગઢના નવાગામ બ્રાહ્મણ ફળીયામાં રહેતા નિલેશભાઇ બાલકૃષ્ણ ભટ્ટ કોન્ટ્રકશન (ઉ.વ.૬૪) કન્ટ્રકશન ધંધો કરે છે અને તેઓ છેલ્લા દસ વર્ષથી સેન્ટીંગની પ્લેટો ભાડે આપી પોતાનું તથા પરિવારનું જીવન ગુજરાન ચલાવે છે અને સામુદ્રિ સેન્ટ્રીંગ નામનું ગોડાઉન નવાગામ બ્રાહ્મણ ફળીયામાં માલિકીનું જગ્યા ઉપર આવેલ છે. ગઇ તા.૦૧/૧૦/૨૦૨૪ ના રોજ સવારના નવેક વાગેના સમયે સોનગઢ ખાતે રહેતો કોન્ટ્રાકટર રાજુભાઈ પાટીલ નાઓ સેન્ટીંગની પ્લેટોની ગોડાઉન ખાતે આવેલ અને તેઓએ જણાવેલ કે,આ મારી સાથે આવેલ પ્રતિકભાઈ ભરતભાઈ કાકડીયા જેઓ સુરત ખાતે રહે છે અને તેઓ કોન્ટ્રાકટર તરીકે અલગ અલગ જગ્યાએ બાંધકામ રાખે છે અને તેઓને આ સેન્ટીંગની પ્લેટોની જરૂર છે, તેમ કહેતા નિલેશભાઇએ હું ઓળખતો નથી તેમ કહ્યું હતું .

જોકે આ રાજુભાઇએ જણાવેલ કે આ પ્રતિકભાઇ સારા માણસ છે અને તેઓને ૫૦૦ સેન્ટીંગની પ્લેટોની જરૂર છે,તેમ કહેતા આ પ્રતિકભાઈએ જણાવેલ કે,અમારૂ બાંધકામ ક્ષેત્રે મોટું કામ ચાલે છે, અને મારે સેન્ટીંગ પ્લેટોની જરૂર છે હાલ પુરતી ૫૦૦ સેન્ટીંગ પ્લેટોની જરૂર છે,ત્યારે પ્રતિકભાઇને કહેલ કે,એક પ્લેટોની એક દિવસનુ ભાડુ દોઢ રૂપીયા લેખે નકિક કરેલ તે સમયે તેઓ તેમનો આધાર્કાર્ડ તેમજ કોરા ચેક બે આપેલ અને ડીપોઝીટ પેટે રૂપિયા ૨૦ હજાર આપ્યા હતા અને સાથે ભાડા પેટે એક વર્ષ માટે નક્કી કરી ગામ માંથી ટેમ્પો નંબર જીજે/૨૬/ટી/૨૯૮૩ નો ભાડે લઇ આવેલ અને તેમાં ૫૦૦ સેન્ટીંગની પ્લેટો ભરી લઈ ગયેલ હતા.જે ૫૦૦ સેન્ટીંગની પ્લેટોનું ભાડુ આ પ્રતિકભાઇ સમય-સર પૈસાની ચુકવણી કરી દેતા હતા. ત્યાર બાદ તા.૦૭/૧૨/૨૦૨૪ ના રોજ પ્રતિકભાઈ ભરતભાઇ કાકડીયા નાઓ રૂબરૂ આવી સેન્ટીંગની પ્લેટો નંગ-૨૫૦ લઇ ગયેલા હતા અને ત્યાર બાદ ફરી તા.૦૧/૦૩/૨૦૨૫ ના રોજ સેન્ટીંગની પ્લેટો નંગ-૧૮૦ લઇ ગયેલ ત્યારે તેમણે રૂપિયા ૧૦ હજાર આપેલ છે. અને ત્યાર બાદ ફરી તા.૨૮/૦૩/૨૦૨૫ ના રોજ સેન્ટીંગની પ્લેટો નંગ-૨૧૦ લઇ ગયેલ છે.

આમ સેન્ટીંગની પ્લેટો કુલ નંગ-૧૧૪૦ જેટલી આ પ્રતિકભાઇ ભરતભાઇ કાકડીયા લઇ ગયા બાદ સેન્ટીંગની પ્લેટોનું ભાડા પેટે આજદિન સુધી અલગ અલગ તારીખે આ પ્રતિકભાઇ ભરતભાઈ કાકડીયાનાઓએ કુલ્લે રૂપિયા ૨,૪૯,૭૫૦/-જેટલા ચૂકવણી કરી દીધેલ છે. અને ત્યાર બાકી રહેલ સેન્ટીંગની પ્લેટોનું ભાડાના બાકી રહેલ રૂપિયા ૧,૬૨,૩૭૫/- તેમજ સેન્ટીંગની પ્લેટા જ નંગ-૧૧૪૦ ની ક્યાં છે? તેમજ બાકી રહેલ પૈસા માટે પ્રતિકભાઇ ભરતભાઇ કાકડીયાને ફોન કરતા તેઓ ફોન ઉપાડતો ન હોય જેથી તેમના સરનામે તપાસ કરતા હાજર મળી આવ્યો નહતો.પ્રતિકભાઇ ભરતભાઇ કાકડીયા રહે.B-201,શ્યામધામ સોસાયટી,શ્યામધામચોક,પુણાગામ,સુરત શહેર વિરુદ્ધ નિલેશભાઇ ભટ્ટે ફરિયાદ આપી હતી.જેમની ફરિયાદના આધારે તા.૦૮/૦૯/૨૦૨૫ નારોજ પ્રતિકભાઇ કાકડીયા સામે સોનગઢ પોલીસે ગુન્હો નોંધી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.

Leave a Comment

Leave a Comment

error: Content is protected !!