નેપાળમાં બે-3 દિવસથી ઉથલ પાથલ મચી છે. જો કે નેપાળી સેના દ્વારા સ્થિતિને કાબૂમાં લેવામાં આવી રહી છે. આ વચ્ચે દેશના ઘણા ભાગોમાં કર્ફ્યૂની જાહેરાત કરી દેવામાં આવી છે. ત્રિભુવન એરપોર્ટને પણ અનિશ્ચિત કાળ માટે બંધ કરી દેવાયું છે. એવામાં કાઠમંડુ એરપોર્ટ પર ફસાયેલા ભારતીયોને બહાર લાવવા માટે સરકારે શું વ્યવસ્થા કરીએ તે વિશે વાત કરીએ.
કાઠમંડુ એરપોર્ટ બંધ થયા બાદ ભારત સરકાર પોતાના નાગરિકોને સુરક્ષિત પરત લાવવાના પ્રયાસો કરી રહી છે. ભારતીય વાયુસેનાના બે વિમાન કાઠમંડુ મોકલવાની વાત થઇ રહી છે.એરપોર્ટ પર ગઇકાલથી ફસાયેલા યાત્રીઓને પરત લાવવા ભારત સરકાર દિલ્હી પરત બોલાવવા પર સ્પેશિયલ વિમાન મોકલવાની તૈયારીઓ કરી રહી છે. હાલના સમયમાં 400થી વધારે ભારતીય નાગરિકો કાઠમંડુ એરપોર્ટ પર ફસાયા છે.
દિલ્હીથી કાઠમંડુ વિમાન મોકલવા માટે નેપાળી સેના સાથે વાતચીત કરવાનો પ્રયાસ કરવામાં આવી રહ્યો છે. કાઠમંડુ સ્થિત ભારતીય દૂતાવાસના અધિકારી નેપાળી સેનાના સંપર્ક કરીને તેમના સમન્વયમાં વિમાનને કાઠમંડુ લાવવા માટે અને ભારતીય નાગરિકોને સુરક્ષિત લાવવાની તૈયારીમાં છે. નેપાળમાં ફસાયેલા ભારતીયો માટે મદદની વ્યવસ્થા : નેપાળમાં ચાલી રહેલા અશાંતિને કારણે, મોટી સંખ્યામાં ભારતીય નાગરિકો ફસાયેલા છે. તેમાં વેપારીઓ, વિદ્યાર્થીઓ, યાત્રાળુઓ અને પ્રવાસીઓનો સમાવેશ થાય છે. તેમની સલામતી અને પરત ફરવા માટે લખનૌમાં યુપી પોલીસ મુખ્યાલયમાં એક ખાસ કંટ્રોલ રૂમ સ્થાપિત કરવામાં આવ્યો છે. આ કંટ્રોલ રૂમ અધિક પોલીસ મહાનિર્દેશક (કાયદો અને વ્યવસ્થા) ની દેખરેખ હેઠળ કાર્ય કરશે અને 24×7 સક્રિય રહેશે. હેલ્પલાઇન નંબર અને વોટ્સએપ નંબર જારી કરવામાં આવ્યા છે, જેના પર ફસાયેલા નાગરિકો સીધો સંપર્ક કરી શકે છે.



