આણંદના ઉમરેઠ નજીકના દાગજીપુરા ગામના યુવકનું ટ્રેન નીચે કપાઇ ગયા બાદ મોત થયું હોવાની ઘટનામાં ગ્રામજનોએ ગંભીર આરોપ લગાવ્યા છે.
યુવકના પરિવારજનોએ યુવકની હત્યા થઇ હોવાનો આરોપ લગાવી પેનલ પીએમ કરાવાની માગ કરી હતી અને ભાલેજ પોલીસને આવેદનપત્ર આપ્યું હતું.
દાગજીપુરા ગામના યુવકનું ટ્રેન નીચે કપાઇ જતા મોત થયું હતું અને આ સમગ્ર મામલામાં દાગજીપુરાના ગ્રામજનોએ ભાલેજ પોલીસ મથકે આવીને રજૂઆત કરી હતી. ગ્રામજનોએ આરોપીઓ સામે હત્યાનો ગુનો દાખલ કરવા માગ કરી હતી. આ યુવકની હત્યા કરાયાની પરિજનોને આશંકા છે.પરિવારે આરોપ લગાવ્યા હતા કે યુવકની પત્નીના આડા સંબંધના કારણે યુવકની હત્યા કરાઇ છે. તેની પત્નીના પ્રેમી દ્વારા મૃતકને ધમકી પણ મળી હોવાનો આરોપ પરિવારજનોએ લગાવ્યો હતો. આ યુવકની હત્યા છે કે કેમ તે બાબતે ભાલેજ પોલીસ હાલમાં ઘટના તપાસ કરી રહી છે.




