જૂનાગઢની આલ્ફા સ્કૂલ સામે તપાસનો રિપોર્ટ તૈયાર કરાયો છે. રિપોર્ટમાં આલ્ફા સ્કૂલની બેદરકારી સામે આવી છે. રમત-ગમત મુદ્દે વિદ્યાર્થીઓ વચ્ચે તકરાર થઈ હતી. રહેણાંક હેતુથી હોસ્ટેલની મંજૂરી મળી હતી. જગ્યાનો કોમર્શિયલ ઉપયોગ કરાતો હતો. બાંધકામ માટેની મંજૂરીમાં પણ ગેરરીતિ જોવા મળી છે. હોસ્ટેલ પાસે ફાયર NOC પણ ન હોવાનું સામે આવ્યું છે. તપાસ સમિતિએ રિપોર્ટ કલેક્ટરને સુપ્રરત કર્યો છે.
કલેક્ટરે જણાવ્યું કે આલ્ફા ઇન્ટરનેશનલ સ્કૂલની હોસ્ટેલમાં વિદ્યાર્થીને માર મારવાનો મામલે સમિતિની રચના કરાઇ હતી. શરત ભંગ મુદ્દે કાર્યવાહી કરવામાં આવશે. હોસ્ટેલ સંચાલકે માહિતી છુપાવવાનો પ્રયાસ કર્યો હતો. હોસ્ટેલ સંચાલક સામે પોલીસ કાર્યવાહી કરાશે તેમજ હોસ્ટેલને લઇ નવી SOP જાહેર કરાશે. જિલ્લાના તમામ હોસ્ટેલમાં તપાસ કરાશે.
મધુરમ વિસ્તારમાં આવેલી આલ્ફા ઇન્ટરનેશનલ સ્કૂલની હોસ્ટેલમાં વિદ્યાર્થીને માર મારવા મામલે રાજ્યમાં ચકચાર મચી હતી. વીડિયો વાયરલ થયા બાદ વાલીઓએ પોલીસ ફરિયાદ કરી હતી. આ ઘટનાની ગંભીરતાને લઈને કલેક્ટરે તપાસ સમિતિની રચના કરી હતી. આ સમિતિમાં જિલ્લા શિક્ષણ અધિકારી, બાળ સુરક્ષા અધિકારી સહિતના મહત્વના અધિકારીઓનો સમાવેશ કરવામાં આવ્યો હતો.




