સેવન્થ ડે સ્કૂલમાં ઓફલાઇન શિક્ષણ શરૂ થશે. શાળાને પુનઃ શરુ કરવા સરકારને HCનું સૂચન કર્યું છે. હાઇકોર્ટની સૂચના બાદ સરકારની બેઠક મળશે. બેઠક બાદ સ્કૂલ શરુ કરવા રિપોર્ટ તૈયાર કરાશે. 16 ઓગસ્ટે બેઠક બાદ સ્કૂલ અંગે નિર્ણય લેવાશે. સ્કૂલ પુનઃ શરુ કરવાનો રિપોર્ટ કોર્ટને સોંપાશે, 10 હજાર વિદ્યાર્થીઓના ભવિષ્યની HCએ ચિંતા કરી છે.
સેવન્થ ડે સ્કૂલને લઈ મહત્વના સમાચાર સામે આવ્યા છે. સેવન્થ ડે સ્કૂલ ફરીથી રાબેતા મુજબ શરૂ થઈ શકે છે. શાળાને ફરીથી શરૂ કરવા સરકારને હાઇકોર્ટનું મૌખિક સૂચન કર્યું છે. હાઇકોર્ટના સૂચન બાદ સરકારની મહત્વની બેઠક મળશે. આગામી દિવસમાં શિક્ષણ વિભાગની બેઠક બાદ સ્કૂલ શરૂ કરવા અંગે રિપોર્ટ તૈયાર કરાશે. બેઠક બાદનો તપાસ રિપોર્ટ અને અને સ્કૂલ રીઓપન કરવા અંગે રિપોર્ટ કોર્ટને સોપાશે..
સેવન્થ ડે સ્કૂલના 10 હજાર વિદ્યાર્થીના ભાવિની હાઇકોર્ટે વ્યક્ત ચિંતા કરી છે. અગાઉ DEO સામે તપાસ સામે રોક લગાવવા કરેલી અરજી HCએ ફગાવી હતી. વિદ્યાર્થીઓના શિક્ષણ ન બગડે માટે બેઠક મળશે. 16 ઓગસ્ટએ બેઠક બાદ સ્કૂલ શરૂ કરવા અંગે નિર્ણય લેવાશે. અન્ય વિદ્યાર્થીઓના ભાવિ ન બગડે તે રીતે સ્કૂલ શરૂ કરવા અંગે નિર્ણય લેવા કોર્ટની ટકોર હતી.



