આણંદ શહેરમાં વિદેશ જવાની લાલચ આપીને 21 જેટલા યુવાનો પાસેથી લાખો રૂપિયાની છેતરપિંડી થઈ હોવાનો મોટો બનાવ સામે આવ્યો છે.વિઝા કન્સલ્ટન્સી ફર્મ ‘વિઝા સિનર્જી’ના સંચાલકો કરોડો રૂપિયાની ઠગાઇ કરીને ઓફિસ બંધ કરીને ફરાર થઈ ગયા છે.
આણંદના વલ્લભવિદ્યાનગર વિસ્તારમાં આવેલી વિઝા સિનર્જી નામની ઓફિસના સંચાલકોએ કુલ 21 વ્યક્તિઓને વિદેશમાં મોકલવાના બહાને તેમની પાસેથી રૂ.50.90 લાખ જેટલી રકમ પડાવી લીધી હતી. પૈસા લીધા બાદ ન તો તેમને વિઝા અપાવ્યા હતા કે ન તો તેમના નાણાં પરત કર્યા હતા. ઠગાઇ આચર્યા બાદ સંચાલકોએ તેમની ઓફિસને કાયમી ધોરણે બંધ કરી દીધાનું બોર્ડ બહાર લગાવી દીધું હતું અને પોતે ફરાર થઈ ગયા હતા.મામલે છેતરાયેલા ભોગ બનનારાઓએ આણંદ ટાઉન પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવી છે. પોલીસે ‘વિઝા સિનર્જી’ના સંચાલકો એવા ત્રણ આરોપીઓ – દિનેશભાઈ પટેલ, કાજલ પટેલ અને માનસી લીંબાચિયા વિરુદ્ધ ગુનો નોંધીને તપાસ હાથ ધરી છે. આણંદ ટાઉન પોલીસે ત્રણેય ફરાર આરોપીઓને ઝડપી પાડવા અને છેતરપિંડીનો ભોગ બનેલા અન્ય લોકો છે કે કેમ, તે જાણવા માટે વધુ તપાસ શરૂ કરી છે.



