સુરત શહેરના કતારગામની હરિદ્વાર સોસાયટીમાં આવેલી પરમ ક્લિનિકને તસ્કરોએ નિશાન બનાવી રોકડની ચોરી કરી હતી. ગત પહેલી નવેમ્બરની રાત્રે સાડા નવ વાગ્યે દુકાન બંધ કરીને ઘરે ગયેલા ડો. નિલેશ કરમશી પાંડવ (રહે.ભક્તિનગર સોસાયટી)ને બીજા દિવસે સવારે ક્લિનિકની બાજુમાં પાનનો ગલ્લો ધરાવતા હીરાભાઈએ ફોન કરી શટર તોડવામાં આવ્યાની જાણ કરી હતી. ક્લિનિકમાં તપાસ કરતાં તેમની કેબિનમાં મૂકેલું ડ્રોઅર તોડી તેમાંથી રોકડા ૪૫ હજાર ચોરી થયા હતા. દસ દિવસ બાદ તબીબે ફરિયાદ નોંધાવી હતી.



