સુરત શહેરના સરથાણા, પ્રમુખ શ્રી યોગીરાજ સોસાયટીમાં એક દુકાનમાં સ્પાની આડમાં ધમધમતા કૂટણખાના પર પોલીસે ડમી ગ્રાહકની મદદથી રેઈડ કરી હતી. સરથાણા પોલીસ મથકના સબ ઈન્સન્સ્પેક્ટરએ પ્રમુખ શ્રી યોગીરાજ સોસાયટીમાં એક દુકાનમાં ચાલતા સ્પામાં રેઈડ કરી હતી. અહીં મસાજ માટે રાખવામાં આવેલી યુવતીઓ દ્વારા ગ્રાહકોને શરીરસુખ પૂરું પાડવામાં આવતું હોવાની બાતમી હોઈ એક ડમી ગ્રાહક મોકલ્યો હતો.
ડમી ગ્રાહક અહીં રાખવામાં આવેલી ત્રણ પૈકી એક લલના સાથે રૂમમાં ગયો તે સાથે જ પોલીસ ત્રાટકી હતી. ત્રણેય લલનાઓની પૂછપરછમાં સ્પાનું સંચાલન સંગીતાબેન સંજય ઠાકરે (રહે.નવાગામ ડિંડોલી) કરતી હતી. ગ્રાહકો પાસેથી ૧૦૦૦ રૂપિયા વસૂલવામાં આવતા હતા. જેમાંથી અડધી રકમ લલનાને આપવામાં આવતી હતી. સંગીતાબેનની ધરપકડ કરવામાં આવતાં તેણે કૂટણખાનાનો મુખ્ય સૂત્રધાર જિગ્નેશ નામનો દુકાનદાર હોવાનું જણાવતાં પોલીસે તેને વોન્ટેડ જાહેર કર્યો હતો. કૂટણખાનામાંથી રોકડા ૩૦૦૦ પણ કબજે કરાયા હતા.



