સુરતમાં જમીન કૌભાંડના આરોપીઓ ઝડપાયા છે. પોલીસે આ મામલે બે વ્યક્તિની ધરપકડ કરી છે. આ બંને લોકોએ અનેક લોકોની જમીન પચાવી હોવાનું સામે આવ્યું છે. ખોટા દસ્તાવેજ બનાવી મોટા વરાછાના ખેડૂતની જમીન પચાવી હતી. બંને સામે પોલીસે કાર્યવાહી શરૂ કરી છે.
સુરત DCP ઇકો સેલ કરણરાજ વાઘેલાએ કહ્યું હતું કે, ઈકો સેલ પોલીસે જમીન કૌભાંડમાં સંડોવાયેલા આરોપીઓને ઝડપી પાડ્યા છે. તેમણ મોટા વરાછાના ખેડૂતની ખોટી રીતે દસ્તાવેજો બનાવીને જમીન પચાવી પાડી હતી. આરોપીઓએ જમીનનો કબજો મેળવવા અને કાયદેસર કબજો મેળવવા પોલીસ ફરિયાદ કરી હતી.પોલીસ ફરિયાદ કરતાં જ આ આરોપીઓ ભરાઈ ગયા હતાં અને પોતે જ આરોપી બની ગયા હતાં. પોલીસ તપાસમાં સામે આવ્યું હતું કે, ખેડૂતની જમીનમાં ખોટી રીતે દસ્તાવેજો ઉભા કરવામાં આવ્યા હતાં.પોલીસે અનેક લોકોની જમીનો પચાવી પાડનાર રોનલ ચોટલીયા અને વિજય પરમારની ધરપકડ કરી છે.



