હાલ રાજ્યમાં ઘણુ નકલી ઝડપાઈ રહ્યું છે. આ વચ્ચે સુરતમાંથી એક બોગસ ડૉક્ટર ઝડપાયો છે. આ વ્યક્તિ 10 પાસ હોવા છતા ક્લિનિક ચલાવતો હતો. આ ઝોન-1 LCB સ્કોડ દ્વારા શિવમ ક્લિનિક પર રેડ કરવામાં આવી હતી. જે દરમિયાન 10 પાસ આરોપી આ ક્લિનિક ચલાવતો હોવાનું ખુલ્યું હતું.
સુરત શહેરમાં આવેલા લસકાણાના ડાયમંડ નગરમાં બોગસ ડૉક્ટર શિવમ ક્લિનિક ચલાવી રહ્યો હતો. આ વ્યક્તિનું નામ કમલેશ રાય છે. જેની અગાઉ પણ ધરપકડ કરવામાં આવી છે. જે બાદ તે જામીન પર મુક્ત થયો હતો. જે બાદ ફરીથી તેણે ક્લિનિક શરૂ કર્યું હતું.સુરતના લસકાણામાં બોગસ ડૉક્ટર ઝડપાતા લોકોમાં રોષ જોવા મળી રહ્યો છે.હાલ પોલીસે આરોપીની ધરપકડ કરીને વધુ તપાસ હાથ ધરી છે.



