રાજસ્થાનના જેસલમેરમાં રિમોટથી ચાલતા એરક્રાફ્ટના એન્જિનમાં ખામી આવતા જેસલમેર પાસે સુરક્ષિત લેન્ડ કરાયું છે. વાયુસેનાના અધિકારીએ જણાવ્યું કે IAF રિમોટલી પાયલટેડ એરક્રાફ્ટ ઘટનાના સમયે નિયમિત ટ્રેનિંગ મિશન પર હતા. જે દરમિયાન પ્લેનમાં એન્જિનમાં ખામી આવતા પ્લેનની મજબૂરીથી ખેતરોમાં ઉતારવું પડ્યું હતુ.
વાયુસેનાના અધિકારીએ જણાવ્યું હતું કે RPAને એક ખાલી મેદાનમાં ઉતારવામાં આવ્યું હતું. તેને લેન્ડ કરાવતી વખતે કોઇ નુકસાન થયું ન હતું અને પ્લેનને પણ ઓછામાં ઓછુ નુકસાન થયું હતું. આમ તો સામાન્ય રીતે RPAને ડ્રોન પણ કહેવાય છે. જે 250 ગ્રામથી લઇને 125 કિલો સુધીના હોય છે. તેને પાયલટ વિના ખતરનાક વિસ્તારોમાં મોકલી શકાય છે અને કલાકો સુધી ઉડી શકે તેવી ક્ષમતા ધરાવે છે. ભારત પાસે રુસ્તમ, તાપસ , હીરોન જેવા RPA છે.



