વડોદરાના પાદરામાં બંધક બનાવી લૂંટ કરવામાં આવી છે, પાટોદ ગામે ફાર્મ હાઉસમાં લૂંટની ઘટના બની હતી અને ત્રણ લોકોને બંધક બનાવી 10 લોકોએ લૂંટ ચલાવી છે, બંધકોને ઢોર માર મારી લૂંટ ચલાવતા ચકચાર મચી છે અને દાગીના સહિત રોકડ રકમની લૂંટ કરી લૂંટારુ ફરાર થયા છે, પોલીસે લૂંટને લઇ વધુ તપાસ હાથ ધરી છે.
વડોદરાના પાદરાના પાટોદ ગામે લૂંટની ઘટના સામે આવી છે, ફાર્મ હાઉસમાં ત્રણ લોકોને બંધક બનાવી 10 લોકોએ ઢોર મારી લૂંટ ચલાવી છે અને ઈજાગ્રસ્ત લોકોને સારવાર આપી પોલીસ સ્ટેશન ફરિયાદ લખાવા માટે લઈ જવામાં આવ્યા છે,
પોલીસ વિભાગની અલગ-અલગ એજન્સીઓ ઘટના સ્થળ પર પહોંચી છે અને પોલીસના ઉચ્ચ અધિકારીઓ પણ ઘટના સ્થળ પર પહોંચ્યા છે, સોનાના દાગીના સહિત રોકડની લૂંટ ચલાવી લૂંટારો ફરાર થઈ ગયા છે.




