લોન આપવાના નામે છેતરપિંડી આચરતા હોવાનું ખુલ્યું છે અને સમગ્ર રેકેટમાં મોટા ભેજાબાજ ઝડપાય તેવી શક્યતા છે. આરોપી સ્વયં રાઉત ઇલેક્ટ્રોનિક્સ એન્જિનિયર છે અને અંશ પંચાલ ડિપ્લોમા ઇન મિકેનિકલ એન્જિનિયર છે, તો આરોપી સ્નેહ પટેલ ધોરણ 12 પાસ હોવાનો ખુલાસો થયો છે.
શહેરના છાણી વિસ્તારમાં રહેતાં એન્જિનિયર યુવકને હવાલાકાંડના ષડયંત્રમાં ફસાવીને 91,000 યુ. એસ.ડી. વસુલવા માટે અપહરણ કરીને સુરેન્દ્ર નગરના એક ફાર્મ હાઉસમાં ગોંધી રાખ્યો હતો. આ યુવકને ધાક ધમકી આપીને રૂ.27 લાખ પડાવી લીધા હતા. બીજા રૂ.10 લાખની ધમકીભરી માંગણી થતાં છાણી પોલીસે ગુનો નોંધ્યો છે અને નડિયાદના હર્ષીલ રબારી, સુરેન્દ્ર નગરના લાલો ભરવાડ અને શહેરના નાગરવાડા વિસ્તારના હાર્દિક ડોંગરેની ધરપકડ કરી છે. આ કેસની તપાસમાં બીલ ચાપડ રોડ પર વિન્ટેજ બંગલામાં ધમધમતા નકલી કૉલ સેન્ટરનો પર્દાફાશ થયો હતો.
બીલ ચાપડ રોડ પર ખાતેના વિન્ટેજ બગલોના કૉલ સન્ટરથી અમેરિકામાં નાગરિકોને ફોન કરવામાં આવતા હતા જેઓને લોન ઓફર કરવામાં આવતી હતી અને લોન અપાવાના બહાને વિદેશીઓ પાસેથી પૈસા પડાવી લેવાનો ગેરકાનુની કારોબાર ચાલતો હતો. આ કારોબાર કેટલા સમયથી ચાલતો હતો? વિદેશમાં રહેતાં સૂત્રધારો કોણ છે ? તે મુદ્દે સાયબર સેલ દ્વારા તપાસ શરુ કરવામાં આવી છે.




