તાપી જિલ્લામાં જિલ્લા SOG પોલીસે નિઝર તાલુકાના રૂમકી તળાવ ગામેથી એક બોગસ ડૉક્ટરને ઝડપી પાડ્યો છે. આ બોગસ ડૉક્ટરનું નામ રસિક કમાજીભાઈ વસાવા છે. આ ડૉક્ટર શિવજી મંદિર નજીક ભાડાના મકાનમાં એલોપથી પ્રેક્ટિસ કરતો હતો. SOG પોલીસે જ્યારે દરોડો પાડ્યો ત્યારે તે પ્રેક્ટિસ કરતો રંગે હાથ ઝડપાયો હતો. પોલીસે આરોપીની પાસેથી એલોપેથિક દવાઓ, મેડિકલના સાધનો અને અન્ય મુદ્દામાલ મળીને કુલ 29,341/- રૂપિયાનો મુદ્દામાલ જપ્ત કર્યો છે.




