Follow Us

Address: Press karyalay 1st Floor,103 Pashvadarsan Complex Nr.daxinapath Vidhyalay Ta.vyara District.Tapi (Gujarat)

આજના સમયમાં યુવાપેઢી સોશિયલ મીડિયા પ્લેટફોર્મ પર ફેમસ થવા ઈચ્છે. ફેમસ થવાના ચક્કરમાં કન્ટેન્ટ ક્રિએટર્સ (ઇન્ફ્લુએન્સર) વધુ લાઈક્સ અને વ્યૂઝ મેળવવાની દોડમાં ઘણીવાર કાયદાની સીમાઓ ઓળંગી જાય છે. કેટલાક લોકો પોતાની અંગતપળોનો વીડિયો કે MMS બનાવીને પણ સોશિયલ મીડિયા અને ઇન્ટરનેટ પર શેર કરે છે. પરંતુ આ કૃત્ય કાયદાની દૃષ્ટિએ ગંભીર ગુનો છે, જેના માટે કડક સજાની પણ જોગવાઈ કરવામાં છે.

સોશિયલ મીડિયાના સૂત્રો પાસેથી મળતી માહિતી મુજબ, તાજેતરમાં ઇન્સ્ટાગ્રામ પર બે MMS વાયરલ થઈ રહ્યા છે. એક વીડિયો 15 અને બીજો વીડિયો 19 મીનિટનો છે. આ વારયલ MMSને લઈને સોશિયલ મીડિયા પર મોટો વિવાદ થયો છે. આખરે વીડિયોના ક્રિએટર્સને સ્પષ્ટતા કરવાની ફરજ પડી છે. ભારતીય કાયદા મુજબ, કોઈની પરવાનગી વિના વ્યક્તિગત કે ખાનગી વિડીયો રેકોર્ડ કરવો કે પ્રસારિત કરવો એ ગોપનીયતાનું ઉલ્લંઘન ગણાય છે અને તે બદલ કડક કાર્યવાહી થઈ શકે છે.જે કોઈ અન્ય વ્યક્તિના અશ્લીલ ફોટા કે વિડીયો લે છે અથવા પ્રસારિત કરે છે, તેને ભારતીય દંડ સંહિતા (BNS – Bharatiya Nyaya Sanhita) ની કલમ 77 હેઠળ ગુનો ગણવામાં આવે છે. આ જ કાયદો ડીપફેક અથવા AI દ્વારા બનાવેલા અશ્લીલ અથવા હેરફેર કરેલા વિડીયો પર પણ લાગુ પડે છે.ગુનેગારને તેના કૃત્યના આધારે બે શ્રેણીમાં સજા થઈ શકે છે. પ્રથમ વખતનો ગુનેગાર પર ઓછામાં ઓછા એક વર્ષની જેલ (ત્રણ વર્ષ સુધી લંબાવી શકાય છે) અને દંડની સજા થઈ શકે છે. જો ગુનેગાર ગુનાનું પુનરાવર્તન કરે છે, તો તેને સાત વર્ષ સુધીની કેદની સજા અને દંડની સજા થશે. આમ, વધુ લાઈક્સ મેળવવાની લાલચમાં કરવામાં આવેલું આ કૃત્ય કન્ટેન્ટ ક્રિએટર્સને લાંબા સમય માટે જેલ ભેગા કરી શકે છે.

Leave a Comment

Leave a Comment

error: Content is protected !!