સોનગઢના પીપળકુવા ખાતે આંગણવાડીમાં બજાવતા લતાબેન અતુલભાઈ ગામીતાનું એસઆઈઆરની બીએલઓ તરીકેની સોંપવામાં આવેલી કામગીરી દરમિયાન પીપળકુવા ખાતે બેભાન થઈ ઢળી પડયા હતા. તેમને ગામના સરપંચે 108 ની મદદથી પ્રથમ મોટી ખેરવાણ ગામે સારવાર અર્થે ખસેડયા હતા પરંતુ ત્યાં પણ તેમની તબિયતમાં સુધારો નહીં આવતા બેભાન અવસ્થામાં સોનગઢ રેફરલ હોસ્પિટલ ખાતે ખસેડવામાં આવ્યા હતા જ્યાં સારવાર આપી તેમને વ્યારા રેફરલ ખાતે રીફર કરવામાં આવ્યા હતા.
રાજ્યભરમાં એસઆઈઆરની કામગીરી ચાલી રહી છે. આંગણવાડીની બહેનોને પણ આ કામગીરી સોંપવામાં આવી છે ત્યારે વખત વખતની સૂચના અને દબાણમાં બીએલઓની કામગીરી કરતી આંગણવાડી બહેનોને પડતી તકલીફ અને આ સંકળાયેલી બહેનાના મોત સહિતની ઘટના તાપી જિલ્લામાં તાજેતરમાં જ બની છે. ત્યારે આવો જ વધુ એક કિસ્સો સામે આવ્યો છે.



