અમેરિકા, બ્રિટન અને કેનેડામાં હોલી ડે સીઝન પહેલા હોસ્પિટલોમાં ભીડ જોવા મળી રહી છે. H3N1 ઝડપથી ફેલાઈ રહેલો ઈન્ફલુએન્ઝાનો જ વેરિયન્ટ છે. જેને સબક્લેડ કે તરીકે ઓળખવામાં આવે છે. ડોક્ટરોએ ચિંતા વ્યક્ત કરી છે કે, તે ઈમ્યુનિટીને બાયપાસ કરે છે. આ સાથે જ ભૂતકાળમાં લીધેલી રસીઓ તેની સામે બેઅસર છે. WHOને કહ્યું છે કે, આ એક સીઝનલ રેસ્પિટરી ઈન્ફેક્શન છે. આ મોસમી ઈન્ફ્લ્યુએન્ઝાના લક્ષણો ભારે તાવ, નબળાઈ, માથાનો દુખાવો, સ્નાયુઓમાં દુખાવો, સૂકી ઉધરસ, ગળામાં દુખાવો, વહેતું અથવા બંધ નાક, ભૂખ ન લાગવી, પેટમાં દુખાવો, ઊંઘવામાં તકલીફ સામેલ છે. 
ન્યૂ યોર્કમાં ગત વર્ષ કરતા 460 ટકા વધુ 14000 ફ્લૂના કેસ નોંધાયા છે. મેડિકલ એક્સપર્ટ્સના મતે, ઈન્ફ્લુએન્ઝા વાયરસ સતત બદલાતો રહે છે. જેના કારણે તે રોગપ્રતિકારક શક્તિને થાપ આપે છે. શિયાળામાં રોગપ્રતિકારક શક્તિ નબળી પડતી હોવાથી તે ઝડપી ફેલાઈ રહ્યો છે. પાંચ વર્ષથી નાના બાળકો, વૃદ્ધો, સગર્ભા સ્ત્રીઓ અને અસ્થમા, ડાયાબિટીસ, હૃદય રોગ અથવા ન્યુરોલોજીકલ ડિસઓર્ડર ધરાવતા વ્યક્તિઓને વધુ જોખમ છે. જાણકારોના મતે, આ ફ્લૂ સીઝન સામાન્ય કરતા વધુ કેસ નોંધાઈ શકે છે. યેલ સ્કૂલ ઓફ મેડિસિનના ચેપી રોગોના નિષ્ણાત પ્રોફેસર ડોક્ટરે જણાવ્યું કે, સબક્લેડ કે સ્ટ્રેન અગાઉના પ્રકારો કરતા ઝડપી ફેલાઈ રહ્યો છે. ગત વર્ષે ફ્લૂ સીઝનમાં મોટી સંખ્યામાં કેસ નોંધાયા હતા. આ વર્ષે સબક્લેડ કે સ્ટ્રેનને કારણે કેસોની સંખ્યામાં ઉછાળો જોવા મળી શકે છે.(ફાઈલ ફોટો)




