અમદાવાદ અને સુરત સહિતના એરપોર્ટ પર તાજેતરમાં ગોલ્ડ અને ડ્રગ્સ સ્મગલિંગની ઘટનાઓમાં ચિંતાજનક વધારો થયો છે. આ સિલસિલામાં સુરત પોલીસે એક મોટી સફળતા મેળવતા ઈન્ટરનેશનલ એરપોર્ટ પરથી કરોડો રૂપિયાનો ડ્રગ્સનો જથ્થો ઝડપી પાડ્યો છે.
આ દરમિયાન પોલીસે તપાસ હાથ ધરતા બે શંકાસ્પદ ઈસમો પાસેથી 17 કિલો અને 700 ગ્રામ જેટલો ‘હાઈબ્રીડ ગાંજો’ મળી આવ્યો હતો. આંતરરાષ્ટ્રીય બજારમાં આ જથ્થાની કિંમત અંદાજે રૂપિયા 6 કરોડ હોવાનું મનાય છે. બનાવ અંગે બે આરોપીઓની ધરપકડ કરી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી હતી.



