Follow Us

Address: Press karyalay 1st Floor,103 Pashvadarsan Complex Nr.daxinapath Vidhyalay Ta.vyara District.Tapi (Gujarat)

ગાંધીનગરમાં ડમ્પર અને બાઇક વચ્ચેની ટક્કરમાં બાઇક ચાલકનું મોત નીપજ્યું

Picture of Gujarat Samrajya

Gujarat Samrajya

ગાંધીનગરનાં વ્યસ્ત એવા ચ-6 સર્કલ નજીક એક ભયાનક અકસ્માત સર્જાયો હતો, જેમાં એક ડમ્પર અને બાઇક વચ્ચે થયેલી ટક્કરમાં બાઇક ચાલકનું સ્થળ પર જ મોત નીપજ્યું છે.

મળતી માહિતી મુજબ, ઘટના સમયે ડમ્પર ચ-5 સર્કલ પાસેથી ટર્ન લઈ રહ્યું હતું. આ દરમિયાન પાછળથી આવી રહેલી બાઇક ડમ્પર સાથે અથડાઈ હતી. જેમાં બે લોકો ફંગોળાતા બાઇક ચાલકનું ઘટના સ્થળે જ મોત નિપજ્યું હતું. અકસ્માત સર્જાતા જ આસપાસના લોકોના ટોળા ઉમટી પડ્યા હતા અને વાહન વ્યવહાર ખોરવાયો હતો. ઘટનાની જાણ થતા જ પોલીસ કાફલો તાત્કાલિક સ્થળ પર પહોંચી ગયો હતો. બનાવ અંગે પોલીસે ડમ્પર ચાલક વિરુદ્ધ ગુનો નોંધી આગળની કાયદેસરની કાર્યવાહી શરૂ કરી હતી.

Leave a Comment

Leave a Comment

error: Content is protected !!