Follow Us

Address: Press karyalay 1st Floor,103 Pashvadarsan Complex Nr.daxinapath Vidhyalay Ta.vyara District.Tapi (Gujarat)

બોરસદમાંથી પત્તા પાનાનો જુગાર રમતા ૮ શખ્સ ઝડપાયા

Picture of Gujarat Samrajya

Gujarat Samrajya

આણંદ જિલ્લાનાં બોરસદ શહેર પોલીસે બોરસદના સૈયદ ટેકરા ખાતેથી પત્તા પાનાનો જુગાર રમતા ૮ શખ્સોને ઝડપી પાડયા હતા. તેમજ ઝડપાયેલા શખ્સોની અંગજડતી અને દાવ પરથી રોકડ રૂપિયા ૬ હજાર કબજે લઈ ગુનો નોંધી વધુ કાર્યવાહી હાથ ધરી હતી.

મળતી માહિતી મુજબ, બોરસદના સૈયદ ટેકરા ખાતે આવેલા મેવાડા સ્ટ્રીટમાં કેટલાક શખ્સો એકત્ર થઈ પત્તા પાનાનો જુગાર રમી રહ્યા હોવાની માહિતી બોરસદ શહેર પોલીસને મળી હતી. જેથી પોલીસે છાપો મારતા આઠ શખ્સો ઝડપાઈ ગયા હતા. આમ, પોલીસે ઝડપાયેલા શખ્સોની અંગ જડતીમાંથી તેમજ દાવ પરથી મળી રોકડા રૂપિયા ૬,૭૮૦ કબજે લીધા હતા. ઝડપાયેલ શખ્સોમાં મહંમદ અનીશ જામીનઅલી સૈયદ, મહંમદ આરીફ ઉર્ફે આરો બચુમિયા સૈયદ, આશિક ઉર્ફે ખટોલી અબ્દુલ બેગ મિરઝા, મહંમદ હસનેન ઇરફાન મિયા મલેક, યુસુફ ખાન અબ્દુલખાન પઠાણ, સાજીક ઉર્ફે મામો રફીક મિયા મલેક, શબીરોદીન ઉર્ફે એસજી ગુલામ નબી મલેક અને શાહિદ અલી મુસ્તાક અલી સૈયદનો સમાવેશ થાય છે. પોલીસે ઝડપાયેલ શખ્સો વિરુદ્ધ જુગાર ધારા હેઠળ ગુનો નોંધી વધુ કાર્યવાહી હાથ ધરી હતી.

Leave a Comment

Leave a Comment

error: Content is protected !!