Follow Us

Address: Press karyalay 1st Floor,103 Pashvadarsan Complex Nr.daxinapath Vidhyalay Ta.vyara District.Tapi (Gujarat)

દેશમાં જથ્થાબંધ ફુગાવો જાન્યુઆરીમાં સતત ત્રીજા મહિને વધીને ૧.૮૧ ટકાએ પહોંચ્યો

Picture of Gujarat Samrajya

Gujarat Samrajya

દેશમાં જથ્થાબંધ ફુગાવો જાન્યુઆરીમાં સતત ત્રીજા મહિને વધીને ૧.૮૧ ટકાએ પહોંચી ગયો છે તેમ સરકાર દ્વારા જારી કરવામાં આવેલા ડેટામાં જણાવવામાં આવ્યું છે. ખાદ્ય વસ્તુઓ, બિન ખાદ્ય વસ્તુઓ અને મેન્યુફેકચરિંગ વસ્તુઓની કીંમતોમાં માસિક ધોરણે વૃદ્ધિ થવાને કારણે જથ્થાબંધ ફુગાવામાં વધારો જોવા મળ્યો છે.

હોલસેલ પ્રાઇસ ઇન્ડેક્સ (ડબ્લ્યુપીઆઇ) આધારિત ફુગાવાનો દર ગયા વર્ષે જાન્યુઆરીમાં ૨.૫૧ ટકા જ્યારે ડિસેમ્બર, ૨૦૨૫માં ૦.૮૩ ટકા રહ્યો હતો. ઉદ્યોગ મંત્રાલયે એક નિવેદનમાં જણાવ્યું હતું કે જાન્યુઆરી, ૨૦૨૬માં જથ્થાબંધ ફુગાવો વધવાનું મુખ્ય કારણ બેઝિક મેટલનું મેન્યુફેકચરિંગ, અન્ય મેન્યુફેકચરિંગ, બિન ખાદ્ય વસ્તુઓ, ખાદ્ય વસ્તુઓ તથા વસ્ત્રો વગેરેની કીંમતમાં વૃદ્ધિ હતી.

ડબ્લ્યુપીઆઇનાં આંકડા અનુસાર જાન્યુઆરીમાં ખાદ્ય વસ્તુઆનો ફુગાવો ૧.૫૫ ટકા રહ્યો જ્યારે ડિસેમ્બરમાં તેમાં ૦.૪૩ ટકાનો ઘટાડો જોવા મળ્યો હતો. શાકભાજીનો ફુગાવો જાન્યુઆરીમાં ૬.૭૮ ટકા અને જ્યારે ડિસેમ્બરમાં તેમાં ૩.૫૦ ટકાનો ઘટાડો જોવા મળ્યો હતો. મેન્યુફેકચરિંગ વસ્તુઓનો ફુગાવોે જાન્યુઆરીમાં  વધીને ૨.૮૬ ટકા અને ડિસેમ્બરમાં ૧.૮૨ ટકા હતો. બિન ખાદ્ય વસ્તુઓનો ફુગાવો જાન્યુઆરીમાં ૭.૫૮ ટકા જ્યારે ડિસેમ્બરમાં ૨.૯૫ ટકા હતો. ઇંધણ અને વીજળી સેક્ટરનો ફુગાવો જાન્યુઆરીમાં ૪.૦૧ ટકા અને ડિસેમ્બરમાં ૨.૩૧ ટકા હતો. ઉલ્લેખનીય છે કે, ગયા સપ્તાહમાં જારી કરવામાં આવેલા આંકડા અનુસાર જાન્યુઆરી, ૨૦૨૬માં રીટેલ ફુગાવો ૨.૭૫ ટકા રહ્યો હતો.

Leave a Comment

Leave a Comment

error: Content is protected !!