Follow Us

Address: Press karyalay 1st Floor,103 Pashvadarsan Complex Nr.daxinapath Vidhyalay Ta.vyara District.Tapi (Gujarat)

પોલીસ ફરીયાદ : મહિલાને બદનામ કરવાની ધમકી આપનાર સામે ફરીયાદ

Picture of Gujarat Samrajya

Gujarat Samrajya

વડોદરાની એક મહિલાના નામે સોશિયલ મીડિયા પર એકાઉન્ટ ખોલી તેના મોર્ફ કરેલા વિકૃત ફોટા ફરતા કરનાર ઠગબાજ સામે પોલીસ ફરિયાદ કરવામાં આવી હતી.

બનાવની વિગત એવી છે કે, હોસ્પિટલ સાથે સંકળાયેલી નોકરીયાત મહિલાએ પોલીસને કહ્યું છે કે, હું મારા ત્રણ સંતાન સાથે રહું છું અને નોકરી કરું છું. છેલ્લા કેટલાક દિવસથી મારા નામે બીભત્સ મેસેજ તેમજ ફોટા ફરતા થતા મારા પરિચિતો દ્વારા મને જાણ કરવામાં આવી હતી. ‌ આ પૈકીનો એક ફોટો અલ્પેશ નામના પરિચિતનો પણ હતો. જેની સાથે મારે લાંબા સમયથી વાતચીત બંધ હતી. જેથી મેં આ બાબત જ્યારે પૂછતા તેણે મને ધમકી ભર્યા મેસેજો મોકલવા માંડ્યા હતા. આમ મારા નામના ફોટા અને મેસેજો મૂકી બદનામી કરવામાં તેની પણ સંડોવણી હોવાની શંકા છે. બનાવ અંગે વડોદરા સાયબર સેલે ગુનો નોધી તપાસ હાથ ધરી હતી.

Leave a Comment

Leave a Comment

error: Content is protected !!