અમરેલી: સાવરકુંડલા માર્કેટિંગ યાર્ડમાં જુદી જુદી જણસીની આવક થઇ રહી છે. સાવરકુંડલા યાર્ડમાં મગફળીનાં ભાવમાં 41 રૂપિયાનો વધારો થયો હતો. સાવરકુંડલા સહિતના વિસ્તારોમાં ચોમાસુ પાક તૈયાર થઇ ગયો છે. મગફળી, કપાસ વગેરે પાક ખેડૂતોએ તૈયાર કરી લીધો છે. ખેડૂતો પાક લઇને જુદા જુદા યાર્ડમાં જઇ રહ્યાં છે. ખેડૂતોને યાર્ડમાં સારા ભાવ મળી રહ્યાં છે.
સાવરકુંડલા માર્કેટિંગ યાર્ડ મગફળી અને કપાસની સારી આવક થઇ હતી અને સારા ભાવ મળ્યાં હતાં. સાવરકુંડલા યાર્ડમાં મોટી મગફળીનાં 1,441 રૂપિયા ભાવ રહ્યો હતો. સાવરકુંડલા યાર્ડમાં કપાસની જણસીની હરાજી કરવામાં આવી હતી. કપાસનો ભાવ 1,325 રૂપિયાથી લઇને 1,471 રૂપિયા બોલાયો હતો.
સાવરકુંડલા યાર્ડમાં લોકવન ઘઉં અને ટુકડા ઘઉંની હરાજી કરવામાં આવી હતી. લોકવન ઘઉંનો ભાવ 500 રૂપિયાથી લઇને 580 રૂપિયા બોલાયો હતો. ત્યારે ટુકડા ઘઉંનો ભાવ 521 રૂપિયાથી લઇને 646 નોંધાયો હતો. માર્કેટિંગ યાર્ડમાં 760 મણઘઉંની આવક થઈ હતી.
અદભૂત ગામ! અહીં હનુમાનજીનું નામ લેવું પણ છે ગુનો!
સાવરકુંડલા યાર્ડમાં સફેદ તલ અને કાળા તલની હરાજી કરવામાં આવી હતી. સફેદ તલનો ભાવ 3,000 રૂપિયાથી લઇને 3,225 રૂપિયા નોંધાયો હતો. માર્કેટિંગ યાર્ડમાં કાળા તલનો ભાવ 3,100 રૂપિયાથી લઇને 3,270 રૂપિયા ભાવ બોલાયો હતો. યાર્ડમાં 20 મણ તલની આવકનો થઈ હતી. સોયાબીનનો ભાવ 950 થી 1020 રૂપિયા બોલાયો હતો. અને 50 મણ સોયાબીનની આવક થઇ હતી. અમરેલી, સાવરકુંડલા યાર્ડમાં ખેડૂતોને જણસીના સારા ભાવ મળી રહ્યાં છે. સોયાબીન અને મગફળીના પણ સારા ભાવ મળી રહ્યાં છે.
ગુજરાતી સમાચાર નો ખજાનો એટલે News18 ગુજરાતી. ગુજરાત, દેશ વિદેશ, બોલીવુડ, સ્પોર્ટ્સ, બિઝનેસ, મનોરંજન સહિત વધુ સમાચાર વાંચો ન્યૂઝ18 ગુજરાતી પર
