02

હવામાન વિભાગના ડાયરેક્ટર ડૉ. મનોરમા મોહંતીએ જણાવ્યું કે, આગામી 24 કલાક દરમિયાન સમગ્ર ગુજરાતમાં વાતાવરણ સૂકું રહેવાની સંભાવના છે, પરંતુ આવતીકાલથી વાદળો આવવાની શરૂઆત થશે. કાલે દક્ષિણના કેટલાક ભાગો જેમ કે, વસલાડ, નવસારી, ડાંગમાં હળવો વરસાદ થઇ શકે છે. બીજી બાજુ, 25મી તારીખે અમુક જગ્યાઓએ હળવા અને મધ્યમ વરસાદની સંભાવના છે.
