દીપોત્સવી પર્વની ઉમંગભેર ઉજવણી કર્યા બાદ હવે દેવ દિવાળીની ઉજવણી કરવામાં આવશે ધાર્મિક દ્રષ્ટિએ દેવ દિવાળીનું મહત્વ રહેલું છે. આ દિવસે તુલસીજીને શેરડી અર્પણ કરવામાં આવે છે, જેને પગલે પોરબંદરમાં શેરડીના ઢગલાં જોવા મળી રહ્યા છે. બજારમાં મીઠી મધુરી શેરડીનું આગમન થઈ ગયું છે.
