Follow Us

Address: Press karyalay 1st Floor,103 Pashvadarsan Complex Nr.daxinapath Vidhyalay Ta.vyara District.Tapi (Gujarat)

સુરત: કશ્યપ ઇન્ફ્રાના ડિરેક્ટર હિરેન ભાવસાર દ્વારા એક પ્રેસ કોન્ફરન્સ કરીને હાઇટેક સ્વીટ વોટરના ડિરેક્ટર વિજય શાહ અને તેમની પત્ની સામે બેંક સાથે 100 કરોડ રૂપિયાનો ફ્રોડ કર્યો હોવાના આક્ષેપો કરવામાં આવ્યા હતા. ત્યારે આ સમગ્ર મામલે હવે વિજય શાહ દ્વારા હિરેન ભાવસાર અને પોતાના ગ્રુપ પેઢીના જુના ભાગીદાર કૈલાશ લોહિયા સામે સુરતની કોર્ટમાં 500 કરોડ રૂપિયાનો માનહાનિનો દાવો કરવામાં આવ્યો છે.

વિજય શાહ દ્વારા આ મામલે ખુલાસો કરતા જણાવવામાં આવ્યું હતું કે, તેમની કંપનીનો જે બિહારનો પ્રોજેક્ટ ચાલતો હતો. તેમાં હિરેન ભાવસારને સોલાર પ્લેટ સહિતનો કેટલોક માલ આપવાનો હતો જેમાં 50% પેમેન્ટ પણ ચૂકવવામાં આવ્યું હતું. પરંતુ જે માલ હિરેન ભાવસાર દ્વારા મોકલવામાં આવ્યો હતો તે ફોલ્ટ વાળો હતો. જેથી તેમનું 50% પેમેન્ટ અટકાવવામાં આવ્યું હતું અને ડીલ કરતાં સમયે માલની રિપ્લેસમેન્ટની જવાબદારી હિરેન ભાવસાર દ્વારા લેવામાં આવી હતી. પરંતુ આ માલનો રિપ્લેસમેન્ટ ન આપ્યું હોવાના કારણે વિજય શાહ દ્વારા તેમનું પેમેન્ટ અટકાવવામાં આવ્યું હતું અને ત્યારબાદ હિરેન ભાવસાર દ્વારા આ મામલે અલગ અલગ જગ્યા ઉપર કેસ કરવામાં આવ્યા હતા. પરંતુ તમામ જગ્યાઓ પરથી હિરેન ભાવસારને નિષ્ફળતાઓ મળતા તેમને પ્રેસ કોન્ફરન્સ કરી કંપનીને બદનામ કરવાના ખોટા અક્ષેપો કર્યા હતા.

આ પણ વાંચો: 
અમદાવાદ-ગાંધીનગરમાં બોમ્બ વિસ્ફોટ કરવાનું હતું ષડયંત્ર

તો બીજી તરફ વિજય શાહ દ્વારા એવો પણ આક્ષેપ કરવામાં આવ્યો છે કે, તેમની ગ્રુપ કંપનીના પહેલાના ભાગીદાર કૈલાશ લોહિયાએ કંપનીના શેર પોતાના નામે કોઈપણ કાયદાકીય પ્રક્રિયા વગર અને ડિરેક્ટરોની જાણ બહાર કરી લીધા હતા અને કંપનીના પૈસા પોતાની પત્નીના બેન્ક એકાઉન્ટમાં ટ્રાન્સફર કરી લઈ કંપની સાથે છેતરપિંડી કરી હતી. તો બીજી તરફ બિહાર પ્રોજેક્ટમાં પણ કરોડો રૂપિયાનું ફ્રોડ કર્યું હતું અને જે તે સમયે માફીનામું લખીને કંપનીને પૈસા આપી દેવાનું જણાવ્યું હતું.

આ પણ વાંચો: 
છેલ્લા 4 વર્ષમાં સૌથી વધુ તીવ્ર માવઠું 25થી 27 નવેમ્બરનું હશે

ત્યારબાદ વિજય શાહ દ્વારા અને તેની પત્ની સામે પોલીસ ફરિયાદ નોંધાવતા કૈલાસ લોહિયાની ધરપકડ કરવામાં આવી હતી અને ત્યારબાદ તેની પત્ની દિશા લોહિયા આગોતરા જામીન લઈ હાજર થઈ હતી. શાહ દંપતીને બદનામ કરવામાં કૈલાશ લોહિયા દ્વારા હિરેન ભાવસારને હાથો બનાવવામાં આવ્યો હોવાના કારણે વિજય શાહ અને તેમની કંપનીની જે બદનામી થઈ છે. તેને લઈને સુરત કોર્ટમાં 500 કરોડનો માનહાનિનો દાવો વિજય શાહ દ્વારા હિરેન ભાવસાર અને કૈલાશ લોહિયા સામે કરવામાં આવ્યો છે.

ગુજરાતી સમાચાર નો ખજાનો એટલે News18 ગુજરાતી. ગુજરાત, દેશ વિદેશ, બોલીવુડ, સ્પોર્ટ્સ, બિઝનેસ, મનોરંજન સહિત વધુ સમાચાર વાંચો ન્યૂઝ18 ગુજરાતી પર

Source link

Leave a Comment

Leave a Comment

error: Content is protected !!