પ્રકાશ સોલંકી, બોટાદ: આજે સવારે તાલુકા સેવા સદનના ગ્રાઉન્ડમાં એક યુવકની તીક્ષ્ણ હથિયારના ઘા ઝીંકી સરાજાહેર ઘાતકી હત્યા કરી નાખવામાં આવી હતી. જેને પગલે શહેરમાં ભારે ચકચાર મચી જવા પામી હતી. બનાવના પગલે લોકોના ટોળા ત્યાં ઉમટી પડ્યા હતા. જ્યારે પોલીસ કાફલો ત્યાં દોડી જઇ લાશને પીએમ માટે મોકલી હત્યાનું કારણ અને હત્યારાને શોધવાની કાર્યવાહી હાથ ધરી છે.
બોટાદ શહેરમાં તાલુકા સેવા સદનના ગ્રાઉન્ડમાં આજે મુદત ભરવા આવેલા સિહોરના મફતનગર વિસ્તારમાં રહેતા અને રિક્ષા ચલાવતા લક્ષ્મણભાઈ કનુભાઈ જોગરાણા નામના 25 વર્ષીય યુવકની કોઈ અજાણ્યા શખ્સોએ તીક્ષ્ણ હથિયારના ઘા ઝીંકી ઘાતકી હત્યા કરી નાસી છૂટ્યા હતા. લક્ષ્મણભાઈ તાલુકા સેવા સદનમાં મુદત ભરવા માટે આવેલા હતા, જ્યાંથી તેઓ બહાર નીકળતા અગાઉથી તેની હત્યાનો પ્લાન બનાવીને ઉભેલા અજાણ્યા શખ્સોએ લક્ષ્મણભાઈ ઉપર તીક્ષણ હથિયારો વડે જીવલેણ હુમલો કરી આડેધડ હથિયારોના ઘા ઝીંકી દેતા તેઓ ત્યાં જ ઢળી પડ્યા હતા અને તેનું મોત નિપજ્યું હતું. હત્યાના બનાવને પગલે ભારે ચકચાર મચી જવા પામી હતી. જ્યારે ઘટનાની જાણ પોલીસને કરતા પોલીસ કાફલો ઘટના સ્થળે દોડી ગયો હતો. તેમજ મૃતકની બોડીને પીએમ માટે હોસ્પિટલ ખસેડી હત્યાનું કારણ અને હત્યારાને શોધવા કાર્યવાહી હાથ ધરી છે.
આ પણ વાંચો:
અરે બાપ રે! હવે તો હદ થઇ, પિઝા રેસ્ટોરન્ટમાં સૂપમાંથી નીકળ્યો વંદો
ધોલ માછલી સ્ટેટ ફીશ જાહેર: એક નંગની કિંમત લાખોમાં!
બોટાદ તાલુકા સેવા સદનના ગ્રાઉન્ડમાં આશરે 25 વર્ષીય લક્ષ્મણ જોગરાણાની હત્યા મામલે કેટલીક પ્રાથમિક માહિતી સામે આવી છે. આશરે 10 વર્ષ પહેલાં થયેલ હત્યા મામલે આરોપી તરીકે લક્ષ્મણ જોગરાણા, કે જેની તે સમયે ઉંમર લગભગ 16 વર્ષની આસપાસની હતી. જેના કારણે બાળ અદાલતમાં કેસ ચાલ્યો હતો. જે અંતર્ગત આજ રોજ તે મુદત ભરવા આવ્યો હતો, ત્યારે અગાઉ થયેલ હત્યાની દાજ રાખી લક્ષમણની આજ રોજ તીક્ષ્ણ હથિયારો ઘા ઝીંકી સરાજાહેર હત્યા કરનાર આરોપી ત્યાંથી ફરાર થઈ ગયો હતો. બોટાદ ડી.વાય.એસ.પી. દ્રારા આપેલી માહિતી મુજબ અગાઉની અંગત અદાવતમાં આ હત્યા થયેલ હોય જેને લઈ હાલ તો અલગ-અલગ ટીમો બનાવી પોલીસ દ્રારા આરોપીને ઝડપી લેવા કામગીરી હાથ ધરવામાં આવી છે.
ગુજરાતી સમાચાર નો ખજાનો એટલે News18 ગુજરાતી. ગુજરાત, દેશ વિદેશ, બોલીવુડ, સ્પોર્ટ્સ, બિઝનેસ, મનોરંજન સહિત વધુ સમાચાર વાંચો ન્યૂઝ18 ગુજરાતી પર
