Follow Us

Address: Press karyalay 1st Floor,103 Pashvadarsan Complex Nr.daxinapath Vidhyalay Ta.vyara District.Tapi (Gujarat)

અમદાવાદ-ગાંધીનગરમાં બોમ્બ વિસ્ફોટ કરવાનું હતું ષડયંત્ર, ISISના આતંકવાદીની પૂછપરછમાં મોટો ખુલાસો

Picture of Gujarat Samrajya

Gujarat Samrajya

અમદાવાદ: આતંકી સંગઠન ISIS (ISIS, ઈસ્લામિક સ્ટેટ ઓફ ઈરાક એન્ડ સીરિયા)ની મોટા આતંકી ષડયંત્રનો ખુલાસો થયો છે. ધરપકડ કરાયેલા ISIS આતંકવાદીની કબૂલાતથી જાણવા મળ્યું છે કે, આ લોકોનું કાવતરું દેશના બે મોટા શહેરોમાં મોટા આતંકવાદી વિસ્ફોટને અંજામ આપવાનું હતું. ISISના ટાર્ગેટ પર ગુજરાતના અમદાવાદ અને ગાંધીનગર હતા. આ લોકોને અમદાવાદ અને ગાંધીનગરમાં મોટા બોમ્બ વિસ્ફોટ કરવાનું આયોજન હતુ. આ સિવાય આ આતંકીઓ મુંબઈમાં નરીમન હાઉસ અને ગેટવે ઓફ ઈન્ડિયા પર મોટા આતંકી હુમલા કરવાની પણ યોજના બનાવી રહ્યા હતા. એટલું જ નહીં, ભારતના અન્ય કેટલાક મહત્વપૂર્ણ સૈન્ય મથકો પણ ISISના નિશાના પર હતા.

ધરપકડ કરાયેલા ISISના એક આતંકવાદીએ ખુલાસો કરતા કહ્યું કે, ભારતના મહત્વના સૈન્ય મથકોની રેકી કરવામાં આવી હતી. આટલું જ નહીં રેકી કરાયેલી જગ્યાઓની તસવીરોને પાકિસ્તાન અને સીરિયામાં મોકલવામાં આવતી હતી. અલીગઢ મુસ્લિમ યુનિવર્સિટીના કેટલાક વિદ્યાર્થીઓની ભૂમિકા શંકાસ્પદ હોવાનું જાણવા મળ્યું છે અને તેઓ સુરક્ષા એજન્સીઓના રડાર પર છે.

કોણ છે ISISનો પકડાયેલો આતંકી?

નામ– શાહનવાઝ આલમ
ISIS ઓપરેટિવ
ઉંમર– 31 વર્ષ
સરનામું– હજારી બાગ
પ્રોફેશન– ફ્રીલાન્સ જોબ
શિક્ષણ– NIT નાગપુરમાંથી B ટેક

આ પણ વાંચો: 
છેલ્લા 4 વર્ષમાં સૌથી વધુ તીવ્ર માવઠું 25થી 27 નવેમ્બરનું હશે: પરેશ ગોસ્વામી

શાહનવાઝના કહેવા પ્રમાણે, તેની પત્ની હિંદુ હતી તેને ઈસ્લામ કબૂલ કરીને મુસ્લિમ બનાવી હતી. બંનેની મુલાકાત અલીગઢ મુસ્લિમ યુનિવર્સિટી (એએમયુ)માં થઈ હતી અને તેની પત્ની પણ આતંકવાદી પ્રવૃત્તિઓમાં સામેલ થઈ હતી. શાહનવાઝે જણાવ્યું કે, પોતાની આર્થિક સ્થિતિ સુધારવા માટે તેણે હજારીબાગમાં લગભગ 7-8 ગુનાઓને અંજામ આપ્યો અને તે પછી તે જેહાદ માટે તૈયાર થવા લાગ્યો.

શાહનવાઝનો ગુરુ અનવર અવલાકી હતો. તે અલ કાયદાનો ટોપ મોસ્ટ આતંકવાદી હતો જે અમેરિકી સેનાના હુમલામાં માર્યો ગયો હતો. અનવર અવલાકીથી પ્રભાવિત થઈને શાહનવાઝને આતંકવાદી બનવાનું ઝનૂન થઈ ગયું હતું. પછી તે ઓનલાઈન સાઈટ પર કટ્ટરપંથી મુસ્લિમો અને આઈએસઆઈએસ હેન્ડલર્સના જૂથોમાં જોડાયો.

આ પણ વાંચો: 
સુબ્રત રૉય સાથે જ દફન થયું સૌથી મોટું સિક્રેટ, ક્યાંથી આવ્યા હતા એ 25 હજાર કરોડ?

હિઝબુલ તાહિર યુવાનોને ભડકાવી રહ્યું છે!

શાહનવાઝ વર્ષ 2016થી જામિયામાં રહેતો હતો. તેણે જણાવ્યું કે, તે મુસ્લિમ સંગઠન હિઝબુલ તાહિર સાથે જોડાયો હતો અને અહીં તે જેહાદી વિચાર ધરાવતા ઘણા યુવાનોને મળ્યો હતો. નોંધનીય છે કે, આ ઘણા દેશોમાં પ્રતિબંધિત સંગઠનની શ્રેણીમાં આવે છે અને તાજેતરમાં NIAએ દેશમાં તેના સ્થળો પર દરોડા પાડ્યા હતા. શાહનવાઝના જણાવ્યા અનુસાર, ફરાર ISIS આતંકવાદી રિઝવાન અલી દરિયાગંજમાં રહેતો હતો અને તે હિઝબુલ તાહિરની મીટિંગમાં તેને મળ્યો હતો. આટલું જ નહીં, AMUના ઘણા વિદ્યાર્થીઓએ હિઝબુલ તાહિરની સભાઓમાં પણ ઘણી વખત ભાગ લીધો હતો.

ડેન્ગ્યુમાં ભૂલથી પણ ન ખાશો આ ફળ


ડેન્ગ્યુમાં ભૂલથી પણ ન ખાશો આ ફળ

શાહનવાઝ તેના સાથીઓ સાથે સીરિયા જવા માંગતો હતો જ્યાં તે ISISના ટોચના નેતા પાસેથી ટ્રેનિંગ લેવા માંગતો હતો. હવાલા દ્વારા પુણેના તમામ આતંકવાદીઓને સમયાંતરે પૈસા મોકલવામાં આવતા હતા, જેનો ઉપયોગ તેઓ બોમ્બ બનાવવા અને ટ્રેનિંગ કેમ્પમાં કરતા હતા.

ગુજરાતી સમાચાર નો ખજાનો એટલે News18 ગુજરાતી. ગુજરાત, દેશ વિદેશ, બોલીવુડ, સ્પોર્ટ્સ, બિઝનેસ, મનોરંજન સહિત વધુ સમાચાર વાંચો ન્યૂઝ18 ગુજરાતી પર

Source link

Leave a Comment

Leave a Comment

error: Content is protected !!