અમદાવાદ: લોકોની જીવનશૈલી બદલાય છે. તેમજ ખોરાકમાં ખુબ જ પરિવર્તન આવ્યું છે. જેના કારણે દરેક વ્યક્તિનાં શરીરમાં ફેરફાર થઇ રહ્યાં છે. ખાસ કરીને કિશોરવયમાં શરીરિક પરિવર્તન ઝડપથી થઇ રહ્યાં છે. છોકરીઓમાં પરિવર્તન ઝડપથી દેખાઇ રહ્યાં છે. 12 વર્ષની ઉંમરે અનેક છોકરીઓ માસિકમાં આવી રહી છે. માસિક ચક્રથી છોકરીઓ અજાણ હોય છે. હાલ 15થી 20 વર્ષની છોકરીઓમાં માસિક ચક્રને લઇ જાગૃતિનો અભાવ છે.
અમદાવાદના નારણપુરા વિસ્તારમાં રહેતા ડાયેટિશિયન પાયલ પટેલે જણાવ્યું હતું કે, સૌથી મોટી સમસ્યા 15થી 20 વર્ષની છોકરીઓને માસિક ચક્રનો ખ્યાલ પણ નથી. એટલું જ નહી તેના માતા-પિતા પણ તેનાથી અજાણ હોય છે. માસિક ચક્ર એ મહત્વની બાબત છે. અજાણતા તેની અવણના જઇ રહી છે.
આ પણ વાંચો:
ગરમ પાણીમાં આ વસ્તુ ઘોળીને પીવો, પેટ પર જામેલી ચરબી ફટાફટ ઓગળી જશે
પાયલ પટેલે જણાવ્યું હતું કે, જ્યારે 15 થી 20 વર્ષના વયની છોકરીને માસિક ધર્મ આવે છે, ત્યારે માતા-પિતાએ પણ ઘણું ધ્યાન આપવાની જરૂર છે. હાલ સ્માર્ટ ફોનમાં અનેક એપ છે, જે તમારા માસિક ચક્રનો સમય બતાવે છે. આવી એપમાં માત્ર માસિકની તારીખ સહિતની વિગત આપવાની હોય છે. જે સારી રીતે સમજવામાં મદદ રૂપ થશે.
ઠંડીમાં પણ રેશમ જેવી મુલાયમ રહેશે સ્કિન, બસ આટલું કરો
પાયલ પટેલ સલાહ આપતા કહ્યું હતું કે, આજકાલ છોકરીઓ પૂરતું પાણી પીતી નથી અને બહુ વધારે મસાલેદાર ખોરાક લે છે. જે ચોક્કસ સમસ્યાનું કારણ બની રહી છે.માસિક સ્રાવ દરમિયાન પાણી અને પપૈયાના રસના મિશ્રણનું સેવન કરવાની ભલામણ છે. કારણ કે તે એક સરળ અને નિયમિત ચક્રને પ્રોત્સાહન આપે છે. કોઇ પણ દવા લેતા પહેલા ડોક્ટરની સલાહ લેવી જરૂરી છે. આડેધડ દવાનો ઉપયોગ કરવો જોઇએ નહી. તેમજ સંતુલિત આહાર લેવાનું રાખવું જોઇએ.
ગુજરાતી સમાચાર નો ખજાનો એટલે News18 ગુજરાતી. ગુજરાત, દેશ વિદેશ, બોલીવુડ, સ્પોર્ટ્સ, બિઝનેસ, મનોરંજન સહિત વધુ સમાચાર વાંચો ન્યૂઝ18 ગુજરાતી પર
